ETV Bharat / bharat

ગુજરાતમાં સરહદી વિસ્તારમાં પેટ્રોલ પંપના માલિકોએ 'મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ છે'ની જાહેરાત મુકી

author img

By

Published : May 31, 2021, 10:10 AM IST

ગુજરાતમાં સરહદી વિસ્તારમાં પેટ્રોલ પંપના માલિકોએ 'મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ છે'ની જાહેરાત મુકી
ગુજરાતમાં સરહદી વિસ્તારમાં પેટ્રોલ પંપના માલિકોએ 'મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ છે'ની જાહેરાત મુકી

મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત દિવસેને દિવસે વધી રહી છે. મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ 10 રૂપિયા સસ્તુ છે. આથી ગુજરાતના પેટ્રોલ પંપના માલિકોએ એક જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્રના લોકો ગુજરાતના પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરાવે. કારણ કે, અહીં પેટ્રોલ સસ્તુ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના રસ્તા પર ગુજરાતના છેલ્લા પેટ્રોલ પંપ પર આ જાહેરાત કરવામાં આવી છે.

  • મહારાષ્ટ્રમાં 1 લિટર પેટ્રોલની કિંમત 100એ પહોંચી
  • ગુજરાતમાં 1 લિટર પેટ્રોલની કિંમત 91.41 રૂપિયા
  • ગુજરાતના સરહદી વિસ્તારના પેટ્રોલ પંપના માલિકોએ ગ્રાહકોને આકર્ષવા કરી જાહેરાત

નંદૂરબારઃ ગુજરાતથી નજીકના મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાએ પહોંચી છે અને જે દિવસેને દિવસે વધી જ રહી છે, પરિણામે મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં આવતા પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં સરહદ વિસ્તારના લોકો ગુજરાતમાં પેટ્રોલ સસ્તામાં આપે છે.

આ પણ વાંચો- પેટ્રો પેદાશોને જીએસટી હેઠળ લાવવી જોઈએ

મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ પર વેટ 10 ટકા ઓછો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર વેટ 27 ટકા છે. જ્યારે ગુજરાતમાં 17 ટકા છે, જેના કારણે ગુજરાતમાં પેટ્રોલ લગભગ 9.50 રૂપિયા સસ્તુ છે. સામાન્ય લોકોની પણ માગ છે કે, મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડે અને લોકોને મોંઘવારીથી રાહત આપે. પેટ્રોલના ભાવ વધારાને કારણે જિલ્લાના નાગરિકો વધુ ફુગાવાનો સામનો કરી રહ્યા છે. સામાન્ય લોકો પેટ્રોલના ભાવ વધારાની અસરોની અનુભૂતિ કરી રહ્યા છે, જેથી નાગરિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટાડવાની અરજી કરી છે.

આ પણ વાંચો- પેટ્રોલ ડીઝલના ભાવ મામલે નીતિન પટેલે કહ્યું, કોંગ્રેસ શાષિત રાજ્યો કરતા પેટ્રોલ 9 રૂપિયા સસ્તુ છે

પેટ્રોલ પંપના માલિકો ગ્રાહકોને આકર્ષવા ઉતર્યા મેદાને

રાજ્ય સહિત જિલ્લાના નાગરિકો હેરાન પરેશાન છે. કારણ કે, પેટ્રોલના ભાવમાં 100 રૂપિયાથી વધુનો વધારો થયો છે. જ્યારે ડીઝલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં 'મહારાષ્ટ્ર કરતા અહીં પેટ્રોલ 10 રૂપિયા સસ્તું છે' કૃપા કરીને તમારી કારની ટાંકી અહીં ભરો! ગુજરાતનું છેલ્લું પેટ્રોલ પમ્પ! આવા પ્રકારની જાહેરાતો ગુજરાતના પેટ્રોલપંપના માલિકોએ કરી છે. આ સાથે જ ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત 91.41 રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના પેટ્રોલ પંપ પર થોડાક જ અંતરે પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.