ETV Bharat / bharat

અનિતા આનંદ જ નહીં, અનેક દેશોમાં મહત્વના પદ પર છે ભારતીય મૂળના લોકો

author img

By

Published : Oct 27, 2021, 7:48 PM IST

કેનેડાના સંરક્ષણ પ્રધાન (Minister of Defense of Canada)ની જવાબદારી ભારતીય મૂળની મહિલા (Woman of Indian Origin)ને આપવામાં આવી છે. શું તમે જાણો છો કે વિશ્વના કેટલા દેશોની સરકારોમાં ભારતીય મૂળના લોકો આટલા મોટા કે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે? કમલા હેરિસ (Kamala Harris)નું નામ તો કદાચ તમે જાણતા જ હશો, પરંતુ અમે તમને જણાવીશું કે ક્યાં ક્યાં, કેટલા દેશોમાં, કયા હોદ્દા પર ભારતીય મૂળના લોકો છે.

અનિતા આનંદ જ નહીં, અનેક દેશોમાં મહત્વના પદ પર છે ભારતીય મૂળના લોકો
અનિતા આનંદ જ નહીં, અનેક દેશોમાં મહત્વના પદ પર છે ભારતીય મૂળના લોકો

  • ભારતીય મૂળના 200થી વધુ લોકો પાસે 15 દેશોમાં નેતૃત્વનો હોદ્દો
  • 60 લોકો વિવિધ દેશોની સરકારોની કેબિનેટમાં
  • ભારતીય મૂળના 3.5 કરોડ લોકો વિશ્વના 200 દેશોમાં રહે છે

હૈદરાબાદઃ અનિતા આનંદ (Anita Anand), આ નામથી હજુ ઘણા લોકો અજાણ્યા હશે. ભારતીય મૂળના અનિતા આનંદ કેનેડાના નવા સંરક્ષણ પ્રધાન (Canada's New Defense Minister) છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Prime Minister of Canada Justin Trudeau)એ તેમની કેબિનેટમાં ફેરબદલ કરતી વખતે અનિતા આનંદને તેમની ટીમમાં સ્થાન આપ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય મૂળની ઘણી એવી હસ્તીઓ છે જે વિશ્વના ઘણા દેશોની સરકારોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે. પહેલીવારમાં યાદ કરતા તમને કદાચ માત્ર કમલા હેરિસ અથવા એક-બે નામો જ યાદ આવશે. ચાલો તમને આવા નામોની એક લાંબી યાદી જણાવીએ.

અનેક દેશોની સરકારમાં ભારતીય

ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને ઘણા લોકશાહી દેશોની સરકાર ચલાવવામાં ભારતીય મૂળની ઘણી હસ્તીઓ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

સરકારોના સૌથી મોટા ચહેરા

1. પ્રવિંદ જુગનાથ (Pravind Jugnauth) - પ્રવિંદ જુગનાથ મોરેશિયસના વર્તમાન વડાપ્રધાન છે. આ પહેલા તેઓ મોરેશિયસના નાયબ વડાપ્રધાનથી લઈને અનેક મંત્રાલયો અને વિપક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. તેમના પિતા અનિરુદ્ધ જુગનાથ પણ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2017માં તેમને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કર્યા હતા. તેમનો જન્મ હિન્દુ આહિર પરિવારમાં થયો હતો. મોરેશિયસમાં ભારતીય મૂળના લગભગ 9 લાખ લોકો રહે છે.

2. પૃથ્વીરાજ સિંહ રૂપન (Prithvirajsing Roopun)- મોરેશિયસના વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ પણ ભારતીય મૂળના છે. આર્ય સમાજી હિન્દુ પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ સિંહ રૂપન દેશના સાતમાં અને વર્તમાન રાષ્ટ્રપતિ છે. આ પહેલા તેઓ ઘણી વખત સાંસદ અને પ્રધાન રહી ચૂક્યા છે.

3. મોહમ્મદ ઇરફાન અલી (Mohamed Irfaan Ali) - ઈરફાન અલી દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાના રાષ્ટ્રપતિ છે. તેમનો જન્મ ઈન્ડો-ગુયાનીઝ મુસ્લિમ પરિવારમાં થયો હતો. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા તેઓ સાંસદ અને સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે.

4. ચંદ્રિકા પ્રસાદ સંતોખી (Chandrika prasad Santokhi)- દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનો જન્મ ઈન્ડો-સુરીનામી હિન્દુ પરિવારમાં થયો હતો. દેશના 9મા અને વર્તમાન રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. તેમણે સાંસદ અને પ્રધાનની જવાબદારી પણ સંભાળી છે અને આ વર્ષે ભારત સરકારે તેમને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કર્યા છે.

5. કમલા હૈરિસ (Kamala Harris)- અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે. આ વર્ષની શરૂઆતમાં, જ્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસે પદ સંભાળ્યું, ત્યારે વિશ્વભરમાં તેની ચર્ચા થઈ હતી. વિશ્વની સૌથી જૂની લોકશાહી ગણાતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનો પરિવાર ભારતમાંથી આવ્યો હતો. કેલિફોર્નિયા અને સાન ફ્રાન્સિસ્કોના એટર્ની જનરલ રહ્યા બાદ તેઓ યુએસ સેનેટમાં પહોંચ્યા હતા.

6. ભરત જગદેવ (Bharrat Jagdeo)- ભરત જગદેવ ગુયાનાના વર્તમાન ઉપપ્રમુખ છે. ભારતીય હિંદુ પરિવારમાં જન્મેલા ભરતનો જન્મ ભારતીય હિંદુ પરિવારમાં થયો હતો. આ પહેલા તેઓ 1999 થી 2011 સુધી ગુયાનાના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. ગુયાનાની કુલ વસ્તી આશરે 7.5 લાખ છે, ભારત સરકારના આંકડાઓ અનુસાર, લગભગ 3 લાખ ભારતીયો ત્યાં રહે છે.

7. લિયો વરાડકર (Leo Varadkar)- આયર્લેન્ડના વર્તમાન વડાપ્રધાન લીઓ વરાડકરનો સંબંધ પણ ભારત સાથે છે. લિયો વરાડકરે વ્યવસાયે ડૉક્ટર, દેશના સંરક્ષણ, આરોગ્ય અને પરિવહન અને પ્રવાસન અને રમત મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમના પિતા અશોક વરાડકરનો જન્મ મુંબઈમાં થયો હતો, તેમના ડૉક્ટર પિતા 60ના દાયકામાં યુનાઈટેડ કિંગડમમાં શિફ્ટ થઈ ગયા હતા.

બીજા દેશોની સરકારોમાં કેબિનેટ પ્રધાન

1. અનીતા આનંદ (Anita Anand)- ભારતીય મૂળના દંપતીના ઘરે જન્મેલા અનિતા આનંદને કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારમાં સંરક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા પણ તે કેબિનેટમાં રહી ચૂક્યા છે. તે પ્રથમ ભારતીય હિંદુ છે જેમને કેનેડા સરકારમાં કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો છે.

2. ઋષી સુનક (Rishi Sunak)- શ્રીમદ ભગવદ ગીતા પર શપથ લેનારા ઋષિ સુનક બ્રિટનની વર્તમાન બોરિસ જોન્સન સરકારમાં નાણાપ્રધાન છે. ગયા વર્ષે કોરોનાના સમયગાળા દરમિયાન તેમણે રજૂ કરેલા બજેટે બ્રિટનના લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે કોરોના સામે લડવા માટે મોટી આર્થિક મદદની જાહેરાત કરી હતી.

3. વિવિયન બાલાકૃષ્ણન ( Vivian Balakrishnan)- સિંગાપુરના વર્તમાન વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણનના પિતા ભારતીય હતા. અનેકવાર સાંસદ રહી ચૂકેલા વિવિયન આ પહેલા પર્યાવરણ, જળ સંસાધન, યુવા તેમજ રમત મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

4. નેલ્સન ડિસૂઝા (Nelson De Souza)- ભારતમાં જન્મેલા નેલ્સન ડિસૂઝા પોર્ટુગલના આયોજન (Planning) પ્રધાન છે. આ પહેલા તેઓ અનેક મંત્રાલયોના સચિવ સહિત મહત્વના પદો પર રહી ચૂક્યા છે.

5. પ્રવીણ ગોર્ધન (Pravin Gordhan)- દક્ષિણ આફ્રિકાના સાર્વજનિક એન્ટરપ્રાઇઝ મંત્રાલય (Minister of Public Enterprises)ની જવાબદારી આમના ખભે છે. આ પહેલા તેઓ નાણા, મહેસૂલ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. પ્રવીણ દક્ષિણ આફ્રિકન મહેસૂલ સેવાના અધિકારી રહ્યા છે. તેમને ભારતના રાષ્ટ્રપતિએ પદ્મ ભૂષણ અને પ્રવાસી ભારતીય સન્માનથી બિરદાવ્યા છે.

6. પ્રીતિ પટેલ (Priti Patel)- ભારતીય મૂળના પ્રીતિ પટેલ બ્રિટનની બોરિસ જોન્સન સરકારમાં ગૃહપ્રધાન છે. આ પહેલા પણ તેઓ થેરેસા મે અને ડેવિડ કેમરુન વડાપ્રધાન હતા ત્યારે મહત્વપૂર્ણ પ્રધાન પદ અને મોટા વિભાગોના સચિવની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

7. હરજીત સજ્જન (Harjit Sajjan)- હરજીત સજ્જનનો જન્મ પંજાબમાં થયો હતો. વર્ષ 1976માં તેમનો પરિવાર કેનેડા પહોંચ્યો હતો. હરજીત કેનેડિયન આર્મીમાં જોડાયા અને પછી રાજકારણમાં આવ્યા. હરજીત સજ્જન આજે કેનેડાના સંરક્ષણ પ્રધાન છે.

8. સર્વાનન મુરુગન (Saravanan Murugan)- મલેશિયાના માનવ સંસાધન પ્રધાન સર્વાનનનો જન્મ સિંગાપુરમાં થયો, પરંતુ તેમનો સંબંધ ભારતના તમિલનાડુ રાજ્યથી છે. તેઓ મલેશિયાના રમતગમત પ્રધાન સહિત સરકારમાં અનેક મહત્વના અને મોટા પદ પર રહી ચૂક્યા છે.

યાદી ઘણી લાંબી છે

નામ દેશપદ
રોસી અકબર ફિજીશિક્ષણ તેમજ કલા પ્રધાન
ફ્રેંક એન્ટોનીગુયાનાસ્વાસ્થ્ય પ્રધાન
સૂમિલદુથ ભોલામૉરિશિયસ ઉદ્યોગ પ્રધાન
ટેરેંસ દલાયલસિંહત્રિનિદાદ અને ટોબેગો સ્વાસ્થ્ય પ્રધાન
પ્રવીણ બાલાફિજીરોજગાર, યુવા અને રમતગમત પ્રધાન
દરસાનંદ બાલગોવિંદમૉરિશિયસમાહિતી ટેકનોલોજી અને સંચાર પ્રધાન
દેવદત્ત ઇંદરગુયાનાલોક નિર્માણ પ્રધાન
ઇબ્રાહિમ પટેલ દક્ષિણ આફ્રિકાવેપાર અને ઉદ્યોગ પ્રધાન
સૂદેશ સતકામમૉરિશિયસ માનવ સંસાધન, શ્રમ પ્રધાન
એસ. ઈશ્વરન સિંગાપુર સંચાર અને માહિતી પ્રધાન
રિશ્મા કુલદીપસિંહ સૂરીનામરોજગાર તેમજ યુવા બાબતોના પ્રધાન
પ્રિયા માનિકચંદગુયાનાશિક્ષણ પ્રધાન
જનિલ પુથુચેરી સિંગાપુરમાહિતી અને સંચાર રાજ્ય પ્રધાન

કેટલા દેશોની સરકારોમાં છે ભારતીય?

આ ફક્ત ગણ્યા-ગાંઠ્યા નામો છે. આ યાદી ઘણી લાંબી છે. દુનિયાભરમાં ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી જાણકારીઓ ભેગી કરતી સંસ્થા 'ઈન્ડિયાસ્પોરા'એ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક યાદી જાહેર કરી હતી. '2021 ઈન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર્સ' નામની આ યાદી અનુસાર ભારતીય મૂળના 200થી વધુ લોકો યુએસ અને યુકે સહિત વિશ્વના 15 દેશોમાં નેતૃત્વના હોદ્દા ધરાવે છે. તેમાંથી 60 લોકોએ વિવિધ દેશોની સરકારોની કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.

વિશ્વના 200 દેશોમાં ભારતીયો રહે છે

2021 ઈન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર્સ નામની આ યાદીમાં કેબિનેટ પ્રધાનો, રાજ્ય પ્રધાનો, રાજદ્વારીઓ, સાંસદો, બેંકોના વડાઓ, કોઈપણ કમિશનના વડાઓ અને મુખ્ય ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ભારતીય મૂળના લગભગ 3.5 કરોડ લોકો હાલમાં વિશ્વના લગભગ 200 દેશોમાં રહે છે. ઈન્ડિયાસ્પોરાના એમ.આર.રંગાસ્વામીએ આ યાદી વિશે કહ્યું કે, આ ગર્વની વાત છે કે આજે ભારતીયોનો મોટો હિસ્સો વિશ્વના મહત્વના પદો પર છે. અમેરિકાથી લઈને બ્રિટન અને દક્ષિણ આફ્રિકાથી લઈને સિંગાપુર, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, પોર્ટુગલ, ગુયાના, સુરીનામ, આયર્લેન્ડ, કેનેડા, ફિજી સહિતની સરકારોમાં ભારતીય મૂળના લોકો મહત્વના હોદ્દા પર છે.

અનેક મલ્ટીનેશનલ કંપનીઓનું નેતૃત્વ ભારતીયોના હાથમાં

ગૂગલના CEO સુંદર પિચાઈથી લઈને માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા અને એડોબના સીઈઓ શાંતનુ નારાયણથી લઈને પેપ્સિકોના સીઈઓ ઇન્દિરા નૂયી સુધીની વિશ્વની ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓનું નેતૃત્વ ભારતીયો કરી રહ્યા છે. નોકિયાના CEO રહેલા રાજીવ સૂરી હોય કે પછી સિટી બેંકના પૂર્વ CEO વિક્રમ પંડિત હોય, ભારતીયોએ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓને નવી ઓળખ આપી છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવા દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

આ પણ વાંચો: કેપ્ટન અમરિંદર સિંહ નવી પાર્ટી બનાવશે, કાર્યકાળનો સંપૂર્ણ હિસાબ આપ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.