ETV Bharat / bharat

Parliament Winter Session 2021 : રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

author img

By

Published : Dec 7, 2021, 10:28 AM IST

Updated : Dec 7, 2021, 1:42 PM IST

Parliament Winter Session 2021
Parliament Winter Session 2021

13:41 December 07

સાંસદ તલરી રંગૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મહત્વનો મુદ્દો ઉઠાવ્યો

  • YSRCP સાંસદ તલરી રંગૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મહત્વનો મુદ્દો ઉઠાવ્યો
  • તેમણે ગૃહને જણાવ્યું કે, આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે
  • અધીર રંજન ચૌધરીએ NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો
  • કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ડોક્ટરોની અછત તરફ ઈશારો કરીને તેને ઉકેલવાની વાત કરી

11:58 December 07

લોકસભામાં બીજેપી સાંસદ હેમા માલિનીએ આપ્યું નિવેદન

  • પ્રશ્નકાળ દરમિયાન પીએમ ગ્રામ સડક યોજના પર લોકસભામાં બીજેપી સાંસદ હેમા માલિનીએ આપ્યું નિવેદન
  • વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દરેક ગામને રોડથી જોડવાનું અટલજીનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે
  • આ યોજનાથી ગામડાઓમાં રહેતા લોકો, ખાસ કરીને ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું
  • સાંસદ શ્યામ સિંહ યાદવે પૂછ્યું કે, શું ગ્રામીણ વિકાસ મંત્રાલય યુપીમાં બની રહેલા રસ્તાઓની ગુણવત્તા તપાસશે

11:24 December 07

વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

  • આજે પણ સાંસદોના સસ્પેન્શન મુદ્દે સંસદ ભવન સંકુલમાં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું
  • રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
  • સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, જો સસ્પેન્ડેડ સાંસદ માફી માંગે તો તેમનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવશે

10:22 December 07

Parliament Winter Session : રાહુલ ગાંધીએ મૃતક ખેડૂતોના મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ નોટીસ આપી

  • સંસદનું શિયાળુ સત્ર મંગળવારથી શરૂ થાય તે પહેલા જ બન્ને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
  • કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ત્રણ કૃષિ કાયદાઓ પર ખેડૂતોના આંદોલન દરમિયાન મોત થયેલા ખેડૂતોને વળતર આપવાના મુદ્દે નોટીસ આપી
  • કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ મૃત ખેડૂતોને વળતરના મુદ્દા પર રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
Last Updated :Dec 7, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.