ETV Bharat / bharat

તાલિબાની આતંકવાદીઓએ પંજશીર પ્રાન્તને ઘેરી લીધો, અહમદ મસુદે કહ્યું- તાલિબાની સામે અમે નહીં ઝૂકીએ

author img

By

Published : Aug 23, 2021, 12:07 PM IST

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાની આતંકવાદીઓએ (Taliban militants) પંજશીરને ઘેરી લીધો છે. અહમદ મસૂદે તાલિબાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તે તાલિબાનને પોતાના નિયંત્રણવાળા વિસ્તારોને નહીં સોંપે. રવિવારે તેમણે કહ્યું હતું કે, તાલિબાની આતંકવાદીઓ સામે તેઓ નહીં ઝૂકે.

તાલિબાની આતંકવાદીઓએ પંજશીર પ્રાન્તને ઘેરી લીધો, અહમદ મસુદે કહ્યું- તાલિબાની સામે અમે નહીં ઝૂકીએ
તાલિબાની આતંકવાદીઓએ પંજશીર પ્રાન્તને ઘેરી લીધો, અહમદ મસુદે કહ્યું- તાલિબાની સામે અમે નહીં ઝૂકીએ

  • તાલિબાન માટે અફઘાનિસ્તાનનો પંજશીર પ્રાન્ત જીતવો હજી પણ મુશ્કેલ જોવા મળી રહ્યો
  • તાલિબાની આતંકવાદીઓએ (Taliban militants) પંજશીર પ્રાન્તમાં પણ હવે કબજો કરવાની તૈયારી કરી છે
  • અમે અમારા અધિકાર ક્ષેત્રમાં આવનારા વિસ્તારોને તાલિબાનને નહીં સોંપીએઃ અહમદ મસુદ

ન્યૂઝ ડેસ્કઃ તાલિબાન માટે અફઘાનિસ્તાનનો પંજશીર પ્રાન્ત જીતવો હજી પણ મુશ્કેલ જોવા મળી રહ્યો છે. તાલિબાની આતંકવાદીઓએ પંજશીર પ્રાન્તમાં પણ હવે કબજો કરવાની તૈયારી કરી છે. 100થી વધુ તાલિબાની ઘાટી તરફથ આગળ વધી રહ્યા છે. પંજશીરના સિંહ કહેવાતા અહમદ શાહ મસૂદને 32 વર્ષીય બાળક અહમદ શાહે કહ્યું હતું કે, તે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનારા વિસ્તારોને તાલિબાનને નહીં સોંપે. અફઘાનિસ્તાનમાં કુલ 34 પ્રાન્ત છે, જેમાંથી 33 પર તાલિબાનનો કબજો છે.

આ પણ વાંચો- તાલિબાન સામે પ્રતિબંધો પર અમેરીકા વિચાર કરશે : જો બાઈડેન

તાલિબાનને દરેક હુમલાનો જવાબ આપીશુંઃ અહમદ મસુદ

રવિવારે એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, તે યુદ્ધ નહીં કરે, પરંતુ કોઈ પણ પ્રકારના આક્રમણનો વિરોધ કરશે. અહમદ મસૂદે કહ્યું હતું કે, જો તાલિબાનની સાથે વાર્તા અસફળ રહી તો યુદ્ધને ટાળી નહીં શકાય. તાલિબાનની ભાગીદારીની સાથે દેશ પર શાસન કરવા માટે એક વ્યાપક સરકારની જરૂર છે. જો તાલિબાને વાતચીતથી ઈનકાર કર્યો તો યુદ્ધ થઈને જ રહેશે. અહમદ મસૂદે કહ્યું હતું કે, તાલિબાનનો વિરોધ કરનારા સરકારી દળ અલગ અલગ વિસ્તારોથી રેલી કરીને પંજશીર ઘાટીમાં જમા થઈ ગયા છે. તેમણે પશ્ચિમી દેશોમાંથી પણ તાલિબાની સંકટ પર સમર્થન માગ્યું છે. તો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે, મંગળવારે જી-7ની સાથે અફઘાન સંકટ પર બેઠક કરીશું. વિશ્વભરના લોકો અફઘાન સંકટ પર પોતાની ચિંતા જાહેર કરી રહ્યા છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં ફસાયેલો ઝારખંડનો બબલુ વતન પરત ફર્યો, આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ

પંજશીર ઘાટીના લોકો એક છે

અહમદ મસૂદે કહ્યું હતું કે, તેઓ પંજશીર ઘાટીમાં છે. પંજશીર ઘાટીના લોકો એક છે અને તે પોતાની જમીનનો બચાવ કરવા માગે છે. તાલિબાની આતંકવાદીઓથી તે લડવા માગે છે અને તે કોઈ પણ એકહથ્થુ શાસન સામે, કોઈ પણ વિશ્વાસ સામે વિરોધ કરવા માગે છે. અહમદ મસૂદે કહ્યું હતું કે, પંજશીર અફઘાનિસ્તાનના ભૂગોળનો સૌથી નાનો પ્રાન્ત છે, પરંતુ હજી અમે જ્યાં ઉભા છીએ તે છે પૂરા દેશ માટે છે, સંપ્રભુતા માટે છે. શાંતિ માટે છે. લોકો માટે છે. સમાવેશી, સહિષ્ણુતા, સ્વીકૃતિ અને સંયમ માટે લોકો પંજશીરમાં એક થયા છે. અત્યારે પંજશીરમાં 10 હજાર સૈનિક તહેનાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.