ETV Bharat / bharat

નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન

author img

By

Published : Jul 19, 2022, 5:04 PM IST

નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન
નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન

નુપુર શર્માની હત્યા (Pakistani Killing Nupur Sharma ) કરવા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને BSF દ્વારા પકડી લેવામાં આવ્યો છે

ન્યુઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને BSF દ્વારા પકડી લેવામાં આવ્યો (Pakistani Citizen Has Been Arrested) છે. જે બાદ NIA સહિત તમામ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, તે નુપુર શર્માની હત્યા (Pakistani Killing Nupur Sharma ) કરવા ભારત આવ્યો હતો.

નૂપુરની હત્યાની કબૂલાત: 24 વર્ષીય રિઝવાન અશરફ પાકિસ્તાનના પંજાબના બહાઉદ્દીન જિલ્લાનો રહેવાસી છે. BSFની તત્પરતાના કારણે તે હિન્દુમલકોટ સેક્ટરમાં ખાખાન ચેકપોસ્ટ (Khakhan Check Post In Rajasthan) પર ભારતીય સરહદમાં પ્રવેશ કરતી વખતે પકડાયો હતો. ગુપ્તચર એજન્સીઓની પૂછપરછ દરમિયાન ઘુસણખોરે નુપુર શર્માની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત (Intention Of Killing Nupur Sharma) કરી છે.

આ પણ વાંચો: માતા આંગણવાડી કાર્યકર, પિતા ખેડૂત અને પુત્ર મેયર, રાહુલ ગાંધીએ કર્યા નવા ચૂંટાયેલા મેયરના વખાણ

શ્રી ગંગાનગરના એસપી આનંદ શર્માએ કહ્યું કે, હજુ પણ તપાસ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન રિઝવાને કબૂલાત કરી છે કે, નુપુર શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નૂપુરના નિવેદન પર પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં મુલ્લાઓ અને ઉલેમાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નુપુર શર્માના નિવેદનની નિંદા કરવામાં આવી હતી. ઉલેમાઓના નિવેદનોથી પ્રભાવિત થઈને તેણે નૂપુર શર્માને મારવાની યોજના બનાવી અને ભારતીય સરહદ સુધી પહોંચી ગયો.

આ પણ વાંચો: "તેઓએ કેન્દ્રની બહાર નીકળતા પણ અન્ડરગાર્મેન્ટ પહેરવાની ના પાડી": NEET પરીક્ષા કે અગ્નિપરીક્ષા

ભારતમાં પ્રવેશવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ : અશરફે આ પ્લાનને પૂરો કરવા માટે ગૂગલ મેપની મદદ લીધી હતી. તે પહેલા પોતાના ઘર મંડી બહાઉદ્દીનથી લાહોર થઈને ભારતમાં પ્રવેશવા માંગતો હતો, પરંતુ લાહોરથી ઘૂસણખોરી કરવામાં સફળ થઈ શક્યો ન હતો. જે બાદ તે જિલ્લાની હિંદુ માલકોટ બોર્ડર પર સાહિવાલ થઈને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્લાન મુજબ પાક ઘૂસણખોર રિઝવાન શ્રી ગંગાનગરથી અજમેર દરગાહમાં ભારતમાં પ્રવેશવા જઈ રહ્યો હતો. અજમેર દરગાહ પર ચાદર ચઢાવ્યા બાદ નૂપુર શર્માને મારી નાખવાની યોજના હતી.

તપાસ એજન્સીઓ એલર્ટ: પાકિસ્તાની નાગરિક રિઝવાને મંડી બહાઉદ્દીન સ્થિત મદરેસામાંથી આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ઉર્દૂની સાથે તે પંજાબી અને હિન્દી ભાષા પણ સારી રીતે બોલે છે. હાલ તપાસ એજન્સીઓ તેની અલગ અલગ એંગલથી પૂછપરછ કરવામાં વ્યસ્ત છે. તે એકલો છે કે, પછી ષડયંત્રમાં સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.