ETV Bharat / bharat

શિયાળુ સત્ર 2023: અત્યાર સુધીમાં કુલ 67 સાંસદ બરતરફ, મોદી સરકાર પર ભડક્યો વિપક્ષ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 4:47 PM IST

Updated : Dec 18, 2023, 5:09 PM IST

અત્યાર સુધીમાં કુલ 47 સાંસદ બરતરફ
અત્યાર સુધીમાં કુલ 47 સાંસદ બરતરફ

લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 67 વિપક્ષી સાંસદોને શિયાળુ સત્રમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે હવે સરકાર કોઈપણ ચર્ચા વિના મહત્વપૂર્ણ બિલ પસાર કરશે, આ તાનાશાહી સિવાય બીજું કંઈ નથી.

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ખૂબ જ હંગામાભર્યું રહ્યું છે. ખાસ કરીને જે દિવસે લોકસભામાં ગેલેરીમાંથી બે યુવાનો કૂદી પડ્યા, ત્યારથી વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે તપાસ ચાલુ છે અને તે પહેલા કોઈ નિવેદન આપવું યોગ્ય નથી.

  • Congress president and LoP in Rajya Sabha Mallikarjun Kharge tweets, "First, intruders attacked Parliament. Then Modi Govt attacking Parliament & Democracy. All Democratic norms are being thrown into the dustbin by an autocratic Modi Govt by suspending 47 MPs...With an… pic.twitter.com/RAbQptPl5S

    — ANI (@ANI) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ મુદ્દે સરકાર અને વિપક્ષ આમને-સામને છે. સોમવારે પણ બંને ગૃહમાં આ મુદ્દે દલીલો ચાલુ રહી હતી. આ દરમિયાન લોકસભા અધ્યક્ષે આજે 67 સાંસદોને શિયાળુ સત્રના બાકી રહેલાં દિવસો માટે બરતરફ કરી દીધા છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં સામેલ છે. જેના કારણે કોંગ્રેસ સરકાર સામે લાલઘૂમ થઈ ગઈ છે.

  • Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU

    — ANI (@ANI) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિપક્ષના સાંસદોને બરતરફ કરવાના વલણને જોતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મોદી સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે, કે સંસદમાં 'બુલડોઝર' ચલાવવામાં આવી રહ્યું છે, અને વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આ વિપક્ષી સાંસદોની યાદી છે જેમને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • #WATCH | On suspension of over 30 MPs from Lok Sabha, Congress MP Gaurav Gogoi says, "The entire country can see the bulldozers that are being run in the Parliament. This is nothing but a way to suppress the opposition leaders. They are running a bulldozer over the opposition to… pic.twitter.com/dCwS9wZ7ht

    — ANI (@ANI) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વપૂર્ણ છે કે, 4 ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થયું હતું અને જે આગામી 22મી ડિસેમ્બર ચાલનારૂં છે. ત્યારે હવે સંસદના શિયાળું સત્રને માત્ર ગણતરીના દિવસો બાકી બચ્યાં છે. સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં સંસદ હંગામેદાર રહેવાના અણસાર દેખાતા હતાં.

  1. 'ડોનેટ ફોર દેશ' અભિયાન શરૂ, મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીને આપ્યા 1 લાખ 38 હજાર રૂપિયા
  2. સંસદના સુરક્ષા ભંગ મામલાની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ ટીમ પહોંચી હરિયાણામાં નીલમના ઘેર, પરિવારજનોની પૂછપરછ
Last Updated :Dec 18, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.