Nipah Virus updates: દેશ પર નિપાહ વાયરસનો ખતરો મંડરાયો, કેરળમાં વધુ એક કેસ નોંધાયો

Nipah Virus updates: દેશ પર નિપાહ વાયરસનો ખતરો મંડરાયો, કેરળમાં વધુ એક કેસ નોંધાયો
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસનો આતંક વધતો જાય છે. આજે ફરીથી નિપાહ વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. ગઈકાલ સુધી આ રોગના કુલ 5 કેસ હતા. જેમાંથી બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આજે હવે વધુ એક કેસ નોંધાતા નિપાહ વાયરસના કુલ 4 કેસ કોઝિકોડમાં એક્ટિવ છે. વાંચો નિપાહ વાયરસ રોગ વિશે વર્તમાન પરિસ્થિતિ...
કોઝિકોડ(કેરળ): કેરળ રાજ્યમાં નિપાહ વાયરસનો વધુ એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હવે કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કુલ 4 એક્ટિવ કેસીસ છે અને સમગ્ર જિલ્લામાં સઘન આરોગ્ય સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
39 વર્ષીય નાગરિકમાં સંક્રમણઃ નિપાહ વાયરસ કેસના દર્દીઓની સારવાર જે પ્રાઈવેટ હોસ્પિટલમાં કરવામાં આવી છે ત્યાં જ આ દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. અહીં તેની નિપાહ વાયરસ સંક્રમણની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. આ 39 વર્ષીય દર્દી આજે આરોગ્ય સર્વેક્ષણમાં નિપાહ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીમાં નિપાહ સંક્રમણ જોવા મળતા જ તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ દર્દીમાં નિપાહના પ્રાથમિક લક્ષણો છે વધુ ગંભીર સ્થિતિ હજુ સુધી નોંધાઈ નથી.
પૂના સ્થિત લેબોરેટરીની મદદ લેવાઈઃ કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસે બે દર્દીઓનો ભોગ લીધો હોવાને પરિણામે રાજ્ય સરકાર અત્યંત સતર્ક બની ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા નિપાહ વાયરસ સંદર્ભે બનતી તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. નિપાહ વાયરસ રોગચાળો ફેલાય નહીં તે માટે પૂનાની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઈન્સ્ટિ્ટયૂટ ઓફ ઈન્ડિયા (ICMR-NIV)માં કેન્દ્રીય આરોગ્ય રાજ્ય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન ડૉ. ભારતીય પ્રવિણ પવાર દ્વારા જાણકારી આપવામાં આવી છે. ડૉ.પવાર આ નિપાહ વાયરસના રોગચાળાને રોકવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં કામગીરી હાથ ધરાઈ છે.
યુદ્ધના ધોરણે રાજ્ય સરકારની કામગીરીઃ નિપાહ વાઈરસ સંક્રમણને રોકવા કેરળ રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. સમગ્ર કોઝિકોડ જિલ્લામાં અનેક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત બીએસએલ-3 લેબોરેટરીને હાઈટેક ઈક્વિપમેન્ટ સાથે ટીમથી સજજ્ કરી દેવામાં આવી છે. જેથી આરોગ્ય સર્વેક્ષણમાં જેવો કોઈ સંક્રમિત દર્દી મળી આવે તો તેને સત્વરે સારવાર હેઠળ લાવીને સંક્રમણ અટકાવી શકાય. સમગ્ર જિલ્લામાં ક્વોરન્ટાઈન ઝોન પણ નક્કી કરવામાં આવ્યા છે. જેથી માનવ સમુદાયમાં આ વાયરસને ફેલાતો અટકાવી શકાય. આ રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા હોવાનું ડૉ. માલા છાબરા જણાવે છે.
ટેલીમેડિસિન સર્વિસીઝને સઘન બનાવાઈઃ નિપાહ વાઈરસનો સંક્રમણ દર અત્યંત વધુ છે. તેથી રાજ્ય સરકાર આ સંક્રમણને ગંભીરતાથી લઈ રહી છે. રાજ્ય સરકાર સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા નાગરિકોને પણ ટ્રેક કરી રહી છે. તેમજ ટેલીમેડિસિન સર્વિસીઝને વધુ સઘન બનાવી દેવાઈ છે. આ પડકારભર્યા સમયમાં કેરળ સરકાર અતંય્ત તકેદારીપૂર્વકના પગલા લઈ રહી છે.
