ETV Bharat / bharat

CUET UG 2022નું પરિણામ જાહેર, આ રીતે તપાસો...

author img

By

Published : Sep 16, 2022, 8:25 AM IST

CUET UG 2022નું પરિણામ જાહેર
CUET UG 2022નું પરિણામ જાહેર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) CUET UG 2022 નું પરિણામ (CUET UG 2022 Result) જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. જાણો તમારું પરિણામ કેવી રીતે ચેક કરવું...

નવી દિલ્હી: CUET UG 2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું (CUET UG 2022 Result) છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. NTAએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. cuet.samarth.ac.in વેબસાઇટ પરથી તમારૂ પરિણામ જાણી શકાશે. cuet ug 2022 results check scores

સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ ચકાસો : અગાઉ, UGC અધ્યક્ષ જગદીશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુરુવારે રાત્રે 10 વાગ્યે CUET UG 2022નું પરિણામ જાહેર કરશે. ટ્વીટમાં તેણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ અગાઉ બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે તેવી અટકળો હતી, પરંતુ પછી રાત્રે જ પરિણામ જાહેર થશે તેમ જણાવાયું હતું. આજે શુક્રવારે સવારે પરિણામ જાહેર થયું હતું. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે. જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓએ તેમનું પરિણામ જોવા માટે તેમનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવી પડશે. જે બાદ વિદ્યાર્થીઓ સરળતાથી પોતાનું પરિણામ ચેક કરી શકશે.

પરિણામ જોવા માટે કઈ વેબસાઈટની મુલાકાત લેવી:

  1. સૌ પ્રથમ cuet.samarth.ac.in પર જાઓ.
  2. ત્યારપછી વેબસાઈટ પર આપેલી પરિણામ લિંક પર ક્લિક કરો
  3. ક્લિક કર્યા પછી, હવે એક પેજ ખુલશે, અહીં તમારો અરજી નંબર અને જન્મ તારીખ સબમિટ કરીને લોગિન કરો.
  4. લોગિન કર્યા પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. પરિણામ તપાસ્યા પછી, વિદ્યાર્થીઓએ ભાવિ સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.

15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા: NTA એ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જુલાઈ-ઓગસ્ટ 2022 માં CUET UG પરીક્ષા યોજી હતી. જેમાં 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં તમામ છ તબક્કાઓ માટે સમગ્ર દેશમાં 60 ટકા હાજરી નોંધવામાં આવી હતી. પ્રવેશ પરીક્ષા કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને દેશભરની અન્ય સહભાગી યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે છે. cuet ug 2022 results check scores

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.