ETV Bharat / bharat

Plane Crash In China : ચીનમાં પ્લેન થયું ક્રેશ, વિમાનમાં સવાર 132 લોકોની બચવાની શક્યતા ઓછી

author img

By

Published : Mar 22, 2022, 11:27 AM IST

Plane Crash In China : ચીનમાં પ્લેન થયું ક્રેશ, વિમાનમાં સવાર 132 લોકોની બચવાની શક્યતા ઓછી
Plane Crash In China : ચીનમાં પ્લેન થયું ક્રેશ, વિમાનમાં સવાર 132 લોકોની બચવાની શક્યતા ઓછી

ચીનના દક્ષિણ પ્રાંત ગુઆંગસી ઝુઆંગ ઓટોનોમસ રિજનમાં ક્રેશ (Plane Crash In China) થયેલા વિમાનમાં સવાર 132 મુસાફરો અને ક્રૂના બચવાની શક્યતા ઓછી છે.

બેઇજિંગઃ ચીનના દક્ષિણી પ્રાંત ગુઆંગસી ઝુઆંગ ઓટોનોમસ રિજનમાં ક્રેશ (Plane Crash In China) થયેલા પ્લેનમાં સવાર 132 મુસાફરો અને ક્રૂના બચવાની શક્યતા ઓછી છે. સાથે જ રાત જેમ જેમ ઊંડી થતી જાય છે તેમ તેમ દૂરના પહાડી વિસ્તારમાં બચાવ કાર્ય પણ મુશ્કેલ બની રહ્યું છે. રાજ્ય સંચાલિત ઝિન્હુઆ સમાચાર એજન્સીએ પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે, 'ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ' (China Eastern Airlines) બોઇંગ 737 પ્લેન તેંગશિયાન કાઉન્ટીના વુઝોઉ શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. પ્લેન કુનમિંગથી ગુઆનઝોઉ જઈ રહ્યું હતું. લગભગ એક દાયકામાં ચીનની આ સૌથી મોટી વિમાન દુર્ઘટના છે.

આ પણ વાંચો: plane crash in China: ચીનમાં બોઈંગ 737 પ્લેન ક્રેશ, 133 લોકો હતા સવાર

પ્લેનમાં કોઈ વિદેશી નાગરિક ન હતા : ચીનના નાગરિક ઉડ્ડયન વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસા 132 લોકોમાં 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હતા. બીજી તરફ રાજ્ય પ્રસારણકર્તા CGTN-TVના સમાચાર અનુસાર એરલાઈને જાહેરાત કરી છે કે, પ્લેનમાં કોઈ વિદેશી નાગરિક ન હતા. સમાચાર અનુસાર પ્લેનમાં હાજર ક્રૂ મેમ્બર્સમાંથી કેટલાકના સંબંધીઓ યુનાન પ્રાંતમાં આવેલી 'ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ'ની બ્રાન્ચ ઓફિસ પહોંચી ગયા છે અને તેમને આ મામલે મદદ કરવામાં આવી રહી છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને ચોંકી ગયા : આ અંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Chinese President Xi Jinping) કહ્યું કે, તેઓ પ્લેન ક્રેશના (Plane Crash In China) સમાચાર સાંભળીને ચોંકી ગયા છે. આ માટે વ્યાપક શોધ અને બચાવ કાર્યના આદેશ આપવામાં આવ્યા છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર અનુસાર દુર્ઘટના પછી તરત જ જારી કરવામાં આવેલા નિર્દેશોમાં શીએ કહ્યું કે, તેઓ કુનમિંગથી જઈ રહેલા ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સના વિમાન MU5735ના દુર્ઘટનાના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાત્કાલિક પગલાં લઈને તેમણે વિગતવાર શોધ અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતનું કારણ શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઉડ્ડયન ક્ષેત્ર અને લોકોના જીવનની સલામતી માટે ઉડ્ડયન ક્ષેત્રની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે.

PLAની ટીમ તાત્કાલિક રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી : સધર્ન થિયેટર કમાન્ડે સોમવારે કહ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મીની (People's Liberation Army) ટીમ તાત્કાલિક રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સરકારી મીડિયા અનુસાર વિમાન ઝડપથી પર્વતીય વિસ્તાર તરફ આગળ વધ્યું અને ક્રેશ (Plane Crash In China) થયું હતું. અકસ્માતમાં જાનહાનિ અંગે હાલમાં કોઈ સત્તાવાર નિવેદન નથી, પરંતુ પ્લેનમાં સવાર લોકોના બચવાની સંભાવના ઘણી ઓછી છે. પ્રાદેશિક અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે, વુઝોઉ ફાયર વિભાગે 23 ફાયર ટેન્ડરો સાથે 117 અગ્નિશામકોને સ્થળ પર મોકલ્યા છે. તેમણે કહ્યું કે ગુઆંગસીના અન્ય ભાગોમાંથી પણ 538 અગ્નિશામકોને બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા છે. પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારી ચેન જીએ જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે.

હકીકતની સાચી માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે : રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીના અહેવાલો અનુસાર એરલાઈને નવ ટીમોની રચના કરી છે, જેનું કામ વિમાનના કાટમાળનો નિકાલ, અકસ્માતની તપાસ અને પીડિતોના પરિવારોને મદદ કરવાનું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, પીડિત પરિવારોને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા કહ્યું કે, તેમને મદદ કરવામાં આવશે અને હકીકતની સાચી માહિતી પણ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. દુર્ઘટનાની અત્યંત ગંભીરતા સાથે તપાસ કરવામાં આવશે અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષાને મજબૂત કરવા માટે કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Plane Crash : ડોમિનિકન રિપબ્લિકમાં પ્લેન થયું ક્રેશ, સંગીતકાર હર્નાન્ડીઝ સહિત નવ લોકોના મૃત્યું

ચીનની ત્રણ સૌથી મોટી એરલાઇન્સમાંની એક ચાઇના ઇસ્ટર્ન એરલાઇન : એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચીનની ત્રણ સૌથી મોટી એરલાઇન્સમાંની એક ચાઇના ઇસ્ટર્ન એરલાઇન સોમવારે અકસ્માત બાદ તેની તમામ બોઇંગ 737-800 ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આ સાથે એરલાઈને પોતાની વેબસાઈટનો રંગ બદલીને કાળો કરી દીધો છે. ન્યૂઝ પોર્ટલ 'ધ પેપર' અનુસાર, ગુઆનઝોઉ બાયયુન ઈન્ટરનેશનલ એરપોર્ટના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, કુનમિંગથી ગુઆનઝોઉ જતી ફ્લાઈટ MU 5735 તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી ન હતી. પ્લેન કુનમિંગથી સ્થાનિક સમય મુજબ બપોરે 1:10 વાગ્યે ઉપડવાનું હતું અને 2:52 વાગ્યે ગુઆનઝોઉ પહોંચવાનું હતું, પરંતુ હવે બાયયુન એરપોર્ટ એપ્લિકેશન પર ગુમ થવાના અહેવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.