ETV Bharat / bharat

Union Budget 2022: ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ

author img

By

Published : Feb 1, 2022, 4:44 PM IST

Updated : Feb 1, 2022, 6:00 PM IST

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ (budget for textile industry) રજૂ કરવામાં આવ્યું તેને લઇ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાપડ ઉદ્યોગપતિઓ દ્વારા નારાજગી સાથે પ્રતિક્રિયા આપી હતી.

ટેકસટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ કરાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ
ટેકસટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ કરાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ

સુરત: આજે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ડાયરેક્ટ બેનિફિટ તો આપવામાં આવ્યું નથી, પરંતુ રક્ષા ક્ષેત્રમાં જે 25 ટકા બજેટ રાખવામાં આવ્યું છે, તેમાં ટેકનિકલ ટેક્ષટાઈલ (budget for textile industry) પર મળેલી રાહત ઉદ્યોગપતિઓમાં આશા જોવા મળી રહી છે.

ટેકસટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ કરાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ

સુરત કાપડ ઉદ્યોગપતિઓ દ્વારા પ્રતિક્રિયા

ભારતના એકમાત્ર મોટા ટેક્સટાઇલ્સ હબ (Surat textile hub) તરીકે સુરત શહેર દેશભરમાં જાણીતું છે. અહીં ટેક્સટાઇલ્સ ઉદ્યોગ દ્વારા લાખો મજદૂર વર્ગના લોકો રોજગારી મેળવે છે. જો કે, નોટબંધી, GST લાગુ થયા બાદ અને કોરોનાના કારણે અહીંનો વેપાર થોડો મંદગતિએ થઈ ગયો હોવાનો સુર ઉદ્યોગ સાહસિકો આલાપી રહ્યા છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઇ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાપડ ઉદ્યોગપતિઓ દ્વારા પ્રતિક્રિયા (Surat textile industrialist on budget) આપવામાં આવી હતી..

ઈન્સેન્ટિવ 25% આપવાની વાત

કાપડના વેપારી ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગને બજેટમાં કશું મળ્યું નથી. અમે માગણી કરી હતી કે પ્યોર સિલ્કમાં જે કસ્ટમ ડ્યુટી છે, તે 15 ટકાથી 8 ટકા કરવામાં આવે. ઘણા યુનિટ બનારસ બેંગ્લોર સુરતમાં બંધ થઈ ચુક્યા છે, પરંતુ ચાર મહિના પહેલા નાણાપ્રધાન અને ટેકસટાઇલ મંત્રાલયે જે બે સ્કીમો આપી છે તેનાથી જે ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. તેમાં જરૂરથી લાભ મળશે. રક્ષા ક્ષેત્ર માટે જે કાપડ તૈયાર થશે તેમાં ઈન્સેન્ટિવ 25% આપવાની વાત કરાઈ છે, જે નોટિફિકેશન આવ્યા પછી ખબર પડશે. તેમ છતાં કહી શકાય કે, આ બજેટને 10માંથી 7 માર્ક્સ અમે આપીએ છીએ. સાથે રાજ્યને એક લાખ કરોડ રૂપિયા વગર વ્યાજની લોન આપવાની વાત છે તેનાથી રોજગાર વધશે.

આ પણ વાંચો: Pm Modi on Budget 2022: લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું

કાપડને સસ્તુ કરવાની વાત

ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ રીતે ટ્રેડર્સને કશું આપવામાં આવ્યું નથી, પરંતુ કાપડને સસ્તુ કરવાની વાત છે તો આગામી દિવસોમાં જે મશીનરીઓ છે તેની કિંમતને લઇ રાહત આપવામાં આવી શકે છે, સાથોસાથ ટેકનિકલ ટેક્ષટાઈલ પણ એક ગ્રોથ મળી શકે છે.

આ પણ વાંચો: Budget 2022 : વર્ચ્યુઅલ કરન્સી પર 1 ટકા TDS, ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30 ટકા ટેક્સ

પ્રત્યક્ષ રીતે માંગણીઓ પૂર્ણ થઇ નથી

અન્ય કાપડના વેપારી ચંપાલાલ બોધરા એ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને વિશ્વ સ્તરે લાવવા માટે યોજનાની જાહેરાત કરવામાં આવી હતી કદાચ આ જ કારણ છે કે બજેટમાં ટેકસટાઈલ માટે જોગવાઈ કરવામાં આવી નથી. અમારી ઘણી માંગણી હતી પરંતુ પ્રત્યક્ષ રીતે માંગણીઓ પૂર્ણ થઇ નથી. તેમ છતાં બજેટમાં જે રક્ષા ક્ષેત્ર માટે કાપડ તૈયાર થશે તેમાં 25% જોગવાઈ કરવામાં આવી છે, તેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પણ છે. તેને લઈને અમને ઘણી આશાઓ છે.

ટ્રેડર્સને આ બજેટથી કોઈ લાભ નથી

કાપડ વેપારી દેવકિશન મંગણાનીએ જણાવ્યું હતું કે, બજેટ વીવિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો માટે રાહત આપી શકે છે. કાપડને સસ્તું કરવાની વાત છે તો મશીનરી ઉપર સરકાર રાહત આપી શકે છે હાલ જ્યારે વિશ્વ સ્તરે ચાઈનાની સ્થિતિ કફોડી બની રહી છે તો તેનો લાભ લેવા માટે સરકાર આ બજેટથી જોઈને કટિબદ્ધ લાગી રહી છે. પરંતુ ટ્રેડર્સને આ બજેટથી કોઈ લાભ નથી. કોરોનાના કારણે લગ્નસરાની સીઝન મુંબઈ હતી, પરંતુ તેને જોઈ પણ કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી.

Last Updated :Feb 1, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.