ETV Bharat / bharat

TOP NEWS: ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસીય સત્ર મળશે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 27, 2021, 7:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

News Today
News Today

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસીય સત્ર મળશે, નવા પ્રધાનમંડળની થશે કસોટી

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર આજે અને સોમવારે શરૂ થશે. આ સત્રમાં શોક ઠરાવ અને ત્રણ બિલ પસાર થશે. તેમજ વિરોધ પક્ષ કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા મુદ્દે સરકારને ઘેરશે તેમ જ આ મુદ્દાઓ સહિત નવા પ્રધાનમંડળની થશે કસોટી થશે.

2. આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન, યુનિયન બેન્કે આપ્યું સમર્થન

ખેડૂત આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ખેડૂતોએ આજે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. વિપક્ષી પાર્ટીઓ અને બેંક યુનિયનો આ ભારત બંધને ટેકો આપી રહી છે.

3. વડાપ્રધાન મોદી આજે 'પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન' શરૂ કરશે

હેલ્થ મિશનને હવે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હવે વડાપ્રધાન મોદી આજે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનના નામે શુભારંભ કરશે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ મિશન અંતર્ગત લોકોને ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. પંજાબમાં કેબિનેટ વિસ્તરણ, 15 પ્રધાનોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા

પંજાબમાં કેબિનેટનું ગઈકાલે વિસ્તરણ થયું હતું. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહના 8 પ્રધાનોને કેબિનેટમાં પાછા સામેલ કરવામાં આવ્યા હતાં. click here

2. વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ ભાજપના ધારાસભ્યદળની યોજાઈ બેઠક

વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી મંગળવાર દરમિયાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે બીજેપીના તમામ દળના ધારાસભ્યોને ગઈકાલે બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. ખાસ કરીને વિધાનસભા ચોમાસુ સત્ર દરમિયાન કયા મુદ્દે રણનીતિ બનાવવી, કયા મુદ્દે ચર્ચા કરી રોડમેપ તૈયાર કરવો તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નવનિયુક્ત મુખ્યપ્રધાન અને પ્રધાન મંડળમાં સામેલ પ્રધાનો માટે ચોમાસુ વિધાનસભા સત્રને લઈને ચેલેન્જ પણ હશે. click here

3. બનારસ હિન્દુ યુનિવર્સિટીનું સંશોધન: સંપૂર્ણ વેક્સિનેશન બાદ પણ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું છે જોખમ

વૈશ્વિક મહામારી કોવિડ- 19 અંગે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB) વચ્ચે ચાલી રહેલા સંયુક્ત સંશોધનમાં મોટો દાવો કરવામાં આવ્યો હતો. સંશોધન દરમિયાન સામે આવ્યું હતું કે, રસીકરણના બન્ને ડોઝ પછી પણ લોકોમાં કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટનું જોખમ રહેલું છે. click here

4. રામોજી ફિલ્મ સિટીને પ્રવાસીઓને શ્રેષ્ઠ સેવા આપવા બદલ તેલંગાણા પ્રવાસન પુરસ્કાર મળ્યો

હૈદરાબાદમાં આવેલી જગપ્રસિદ્ધ રામોજી ફિલ્મ સીટીને તેલંગાણા રાજ્ય પ્રવાસન પુરસ્કાર મળ્યો છે. 27 મી સપ્ટેમ્બરના વિશ્વ પ્રવાસન દિવસના પ્રસંગે તેલંગાણા પ્રવાસન વિભાગે વર્ષ 2021 માટે પુરસ્કારોની જાહેરાત કરી હતી. click here

  • Sukhibhava:

સમય પહેલા ત્વચાની સમસ્યાઓને કહો "ના"

પાછલા કેટલાક દાયકોઓથી એન્ટી એજિંગ અને સૌદર્ય પ્રસાધનોનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. હવે એ સમય નથી રહ્યો કે કરચલીઓ તમારા ઘડપણની ઓળખાન બને, પ્રદુષણ અને ખરાબ ખાણી-પીણીના કારણે આજકાલ ત્વચાને લગતી સમસ્યાઓ ઉંમરની પહેલા દેખાવા લાગે છે. આજકાલની પિક્ચર પરફેક્ટ પેઢી નવા-નવા સૌદર્ય પ્રસાધનોની સાથે સાથે કેટલીય સર્જરીઓ પણ કરાવી રહી છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.