ETV Bharat / bharat

નીરજનો સિલ્વર થ્રો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઈતિહાસ

author img

By

Published : Jul 24, 2022, 8:41 AM IST

Updated : Jul 24, 2022, 11:24 AM IST

ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ યુએસએના યુજેનમાં (world athletics 2022) રમાઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેનો મુકાબલો ગ્રેનાડાના એન્ડરસન (neeraj chopra javelin throw final) પીટર્સ સામે હતો. એન્ડરસને ગોલ્ડ જીત્યો છે.

નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ
નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

યુજીન: નીરજ ચોપરાએ યુજેન, યુએસએમાં 18મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકની ફાઇનલમાં સિલ્વર મેડલ ( world athletics 2022) જીત્યો છે. નીરજે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાલા ફેંકની ફાઇનલમાં 88.13 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય (neeraj chopra javelin throw final) પુરૂષ એથ્લેટ બનીને ઇતિહાસ રચ્યો હતો. એન્ડરસન પીટર્સે 90.46 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

સિલ્વર મેડલ જીતવામાં સફળ: નીરજ ચોપરાનો પહેલો (World Athletics Championships) થ્રો ફાઉલ હતો. બીજા થ્રોમાં નીરજે 82.39 મીટરનો થ્રો કર્યો, જ્યારે ત્રીજા થ્રોમાં નીરજે 86.37 મીટરનો થ્રો કર્યો, જ્યારે ચોથા પ્રયાસમાં નીરજે 88.13 મીટરનો થ્રો કર્યો, જ્યારે તે તેના પાંચમા રાઉન્ડમાં નિષ્ફળ ગયો. તેના પ્રથમ થ્રોને ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.13 મીટર હતું. તે બીજું સ્થાન જાળવી રાખીને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો છે.

Last Updated :Jul 24, 2022, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.