ETV Bharat / bharat

PM Modi in Japan: મોદીએ કહ્યું, યથાશક્તિ બદલવા માટેના એકતરફી પ્રયાસ સામે અવાજ ઊઠાવવાની જરૂર

author img

By

Published : May 21, 2023, 2:16 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 પરિષદના સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે આજે યુક્રેન રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ તે માનવતા પર સંકટનો મુદ્દો છે. રશિયાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે આજે વિશ્વના દેશોએ યથાસ્થિતિ બદલવાના એકપક્ષીય પ્રયાસો સામે એક સાથે અવાજ ઉઠાવવાની જરૂર છે.

PM Modi in Japan: મોદીએ કહ્યું, યથાશક્તિ બદલવા માટેના એકતરફી પ્રયાસ સામે અવાજ ઊઠાવવાની જરૂર
PM Modi in Japan: મોદીએ કહ્યું, યથાશક્તિ બદલવા માટેના એકતરફી પ્રયાસ સામે અવાજ ઊઠાવવાની જરૂર

હિરોશીમાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાપાનના હિરોશિમા શહેરમાં આયોજિત G7 શિખર સંમેલનના સત્રમાં કહ્યું કે તેઓ યુક્રેનની વર્તમાન સ્થિતિને રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો નથી માનતા. પરંતુ માનવતા અને માનવીય મૂલ્યોનો મુદ્દો માને છે. તેમણે કહ્યું કે, આ સંઘર્ષને ઉકેલવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને કૂટનીતિ છે. G7 સત્રને સંબોધતા મોદીએ કહ્યું કે, તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.

બુદ્ધને યાદ કર્યાઃ મોદીએ યથાસ્થિતિ બદલવાના એકપક્ષીય પ્રયાસો સામે સંયુક્ત અવાજ ઉઠાવવાનું પણ આહ્વાન કર્યું હતું. વડા પ્રધાનની ટિપ્પણી યુક્રેનમાં રશિયાના યુદ્ધ અને પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં આવી છે. મોદીએ ગૌતમ બુદ્ધને પણ યાદ કર્યા અને કહ્યું કે આધુનિક યુગમાં એવી કોઈ સમસ્યા નથી. જેનો ઉકેલ તેમના ઉપદેશોમાં નથી. વડાપ્રધાને તેમના સંબોધનમાં શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આજે અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સાંભળ્યા. હું ગઈ કાલે પણ તેને મળ્યો હતો. હું વર્તમાન પરિસ્થિતિને રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો ગણતો નથી. હું માનું છું કે તે માનવતા, માનવીય મૂલ્યોનો મુદ્દો છે. મોદીએ કહ્યું કે અમે શરૂઆતથી જ કહ્યું છે કે સંવાદ અને કૂટનીતિ જ ઉકેલનો એકમાત્ર રસ્તો છે. અને આ પરિસ્થિતિને ઉકેલવા માટે, અમે શક્ય તેટલો પ્રયાસ કરીશું. ભારત જે કરી શકે તે કરશે.--વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શાંતિપૂર્ણ ઉકેલઃ વડાપ્રધાને કહ્યું કે ભારત હંમેશા માને છે કે કોઈપણ તણાવ, કોઈપણ વિવાદનો શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ખોરાક, ઈંધણ અને ખાતરના સંકટની સૌથી વધુ અસર વિકાસશીલ દેશોમાં જોવા મળી રહી છે. મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ એ અમારો સામાન્ય ઉદ્દેશ્ય છે.

અસરગ્રસ્ત દેશઃ આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, કોઈપણ ક્ષેત્રમાં તણાવ તમામ દેશોને અસર કરે છે. મર્યાદિત સંસાધનો ધરાવતા વિકાસશીલ દેશો સૌથી વધુ અસરગ્રસ્ત છે. વડા પ્રધાને કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે વિકાસશીલ દેશો ખોરાક, ઇંધણ અને ખાતર સંકટની સૌથી મોટી અસરનો સામનો કરી રહ્યા છે.

  1. PM Modi Japan Visit: US પ્રેસિડન્ટે વડાપ્રધાન મોદીને કહ્યું, ઓટોગ્રાફ આપશો
  2. PM Narendra Modi Japan Visit: પીસ મેમોરિયલની મુલાકાત બાદ મોદીએ ઋષિ સુનક સાથે વાત કરી
  3. PM Modi Japan Visit: પોતાના આઉટફીટને લઈ મોદી ફરી ચર્ચામાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.