ETV Bharat / bharat

PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન

author img

By

Published : Jan 7, 2022, 8:05 PM IST

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ (President of the Punjab Congress) નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, PM સુરક્ષામાં ખામીઓ (PM Modi Security Breach)નું નાટક કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે રેલીમાં ભીડના અભાવે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ બધું કરીને ભાજપ ખૂબ જ ચાલાકીથી અપમાન બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર,  IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન
PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ (President of the Punjab Congress) નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, રેલીમાં લોકો નહોતા (pm modi punjab rally), તેથી આ સંપૂર્ણ યોજના બની. તેમણે દાવો કર્યો કે, રેલીમાં 70,000 ખુરશીઓ હતી, પરંતુ માંડ 500 લોકો જ પહોંચ્યા હતા. આ કારણે સુરક્ષાનું નાટક કરવામાં આવ્યું.

PM મોદીએ હવાઈ માર્ગે જવાનું હતું

PM મોદીની સુરક્ષામાં ચૂક થવાના મામલામાં કોંગ્રેસ નેતા નવજોત સિંહે સિદ્ધુએ શુક્રવારે કહ્યું કે, જ્યારે PM મોદીએ હવાઈ માર્ગે (PM modi punjab visit) જવાનું હતું. રોડ માર્ગે જવાનો પ્લાન નહોતો. તો તેઓ કેવી રીતે ગયા? એટલું જ નહીં, સિદ્ધુએ પૂછ્યું કે, શું આ મામલે IB અને કેન્દ્રીય એજન્સી જવાબદાર નથી?

રેલીમાં લોકો નહોતા તેથી આ યોજના બનાવી

સિદ્ધુએ દાવો કર્યો હતો કે, રેલીમાં લોકો નહોતા. તેથી આ યોજના બનાવવામાં આવી હતી. સિદ્ધુએ કહ્યું, ભાજપ પંજાબને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુએ કહ્યું કે, દરેક પંજાબી, કોંગ્રેસ કાર્યકર્તા દેશની રક્ષા માટે તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. હું સંમત છું કે, આ બધું કરીને ભાજપ ખૂબ જ સિફતથી અપમાન બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?

સિદ્ધુએ પંજાબ અને પંજાબિયતનું અપમાન ગણાવ્યું

સિદ્ધુએ કહ્યું કે, ખેડૂતો અધિકાર (farmers protest in delhi)ની માંગ કરવા દિલ્હીની સરહદ પર ઊભા રહ્યા, પરંતુ સરકારે સાંભળ્યું નહીં. સિદ્ધુએ સવાલ કર્યો કે, તમે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બમણી તો છોડો, સરકારે તેમની પાસે જે છે તે છીનવી લેવાનો પ્રયાસ કર્યો. તમે ખેડૂતોને આતંકવાદી, મવાલી, આંદોલનજીવી અને ખાલિસ્તાની સુદ્ધા કહ્યા. હું એ માની શકું છું કે, 60 ટકા ખેડૂતો તમારી વિરુદ્ધ ઊભા રહી શકે છે, પરંતુ આમાંથી એક પણ માણસ એવો નહોતો કે જેનાથી તમને જીવનું જોખમ હતું. આવામાં એમ કહેવું કે, તમારા જીવને જોખમ હતું એ પંજાબ અને પંજાબિયતનું અપમાન છે.

આ પણ વાંચો: PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.