ETV Bharat / bharat

નેશનલ હેરાલ્ડ કેસની તપાસ માટે રાહુલ ગાંધી 13 જૂને કોર્ટમાં થશે હાજર

author img

By

Published : Jun 3, 2022, 2:09 PM IST

નેશનલ હેરાલ્ડ કેસની તપાસ માટે રાહુલ ગાંધી 13 જૂને કોર્ટમાં થશે હાજર
નેશનલ હેરાલ્ડ કેસની તપાસ માટે રાહુલ ગાંધી 13 જૂને કોર્ટમાં થશે હાજર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરીથી સમન્સ મોકલ્યા છે. એજન્સીએ તેમને નેશનલ હેરાલ્ડ કેસની (National Herald Case) તપાસ માટે 13 જૂને હાજર થવા કહ્યું છે.

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) 13 જૂને તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. તેમને અગાઉ 2 જૂનના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કેરળની વાયનાડ સીટના લોકસભા સભ્યએ દેશની બહાર હોવાનો ઉલ્લેખ કરીને નવી તારીખ આપવા માટે EDને પત્ર લખ્યો હતો.

આ પણ વાચો: હવે ઈસ્લામિક દેશ 'તુર્કી' હવે આ નામે ઓળખાશે

એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ : અધિકારીઓએ જણાવ્યું હતું કે, 51 વર્ષીય રાહુલ ગાંધીને હવે 13 જૂને મધ્ય દિલ્હીમાં ફેડરલ એજન્સીના મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને (75) 8 જૂને એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી પાર્ટી દ્વારા પ્રમોટ કરાયેલ યંગ ઈન્ડિયનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની ED તપાસ સાથે સંબંધિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની (PMLA) ફોજદારી કલમો હેઠળ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નિવેદનો રેકોર્ડ કરવા માંગે છે.

નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન : નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત થાય છે અને તેની માલિકી યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ છે. તપાસના ભાગરૂપે, એજન્સીએ તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધી પરિવારની પૂછપરછ એ શેરહોલ્ડિંગ પેટર્ન, નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન અને એજેએલના પ્રમોટરોની ભૂમિકાને સમજવા માટે EDની તપાસનો એક ભાગ હતો.

આ પણ વાચો: અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી : 2013માં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફોજદારી ફરિયાદના આધારે, અહીંની એક ટ્રાયલ કોર્ટે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસની નોંધ લીધી હતી. આ પછી એજન્સીએ PMLAની ફોજદારી જોગવાઈઓ હેઠળ નવો કેસ નોંધ્યો. કોંગ્રેસ પાર્ટીએ EDની કાર્યવાહીને 'વેર' ગણાવી હતી. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આ અઠવાડિયાની શરૂઆતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "મોદી સરકારે જાણવું જોઈએ કે તેઓ આવા નકલી અને બનાવટી કેસ નોંધીને તેમના કાયર કાવતરામાં સફળ નહીં થઈ શકે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.