ETV Bharat / bharat

માસ્ટર દેવાંશના કોડિંગને નાસાએ પણ કર્યા નમન, મિશન મંગળ માટે કરી આ મોટી ઓફર

author img

By

Published : Jul 4, 2022, 6:16 PM IST

માસ્ટર દેવાંશના કોડિંગને નાસાએ પણ કર્યા નમન, મિશન મંગળ માટે કરી આ મોટી ઓફર
માસ્ટર દેવાંશના કોડિંગને નાસાએ પણ કર્યા નમન, મિશન મંગળ માટે કરી આ મોટી ઓફર

ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાનો ભલે દુનિયાભરમાં ડંકો વાગતો હોય પણ કોડિંગની (Computer Coding) દુનિયામાં ભારતીયોનો દબદબો રહ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રા (Agra Uttar Pradesh) પાસે આવેલા એક નાનકડા ગામેથી સાડા અગીયાર વર્ષના દેવાંશને (Devansh Dhangar) નાસાએ પણ નતમસ્તક કર્યા છે. વર્ષ 2026 મિશન મંગલ માટે ટીમમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેવાંશે અત્યાર સુધીમાં 150 થી વધુ એવોર્ડ જીત્યા છે. જોઈએ એક ખાસ રીપોર્ટ...

આગ્રાઃ આગરાથી 11 કિલોમીટર (Agra Uttar Pradesh) દૂર બરારા ગામના રહેવાસી દેવાંશ ધનગરએ (Devansh Dhangar Agra) નાની ઉંમરમાં જ કોડિંગની દુનિયામાં એક અનોખી ઓળખ બનાવી છે. નાસાએ (NASA- National Aeronautics and Space Administration) પણ દેવાંશની પ્રતિભાને સલામ કરી છે, જેણે 150 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો કોડિંગની (Award in Coding Competition) દુનિયામાં જીત્યા છે. કદાચ આ જ કારણ છે કે નાસાએ દેવાંશને 2026 મિશન મંગળની કોડિંગ ટીમનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું છે. અત્યાર સુધીમાં દસથી વધુ એપ્સ બનાવનાર દેવાંશે 500 થી વધુ બાળકોને ઓનલાઈન ફ્રી કોડિંગ શિક્ષણ આપ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં કુતરાઓનો વધ્યો ત્રાસ, બાળકો સહીત 15 જેટલા લોકોને ભર્યા બચકાં

પિતાએ કર્યો સપોર્ટઃ દેવાંશના પિતાએ 1999માં આરબીએસ ખંડેરી કેમ્પસમાંથી એમસીએ કર્યું હતું. તે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હતા. દેવાંશે આ ગુણ તેના પિતા પાસેથી શીખ્યો હતો. તેણે ઓનલાઈન કોડિંગ વિશે ઘણી મહત્વની માહિતી હતી. દેવાંશ રોજના સાતથી આઠ કલાક લેપટોપ સાથે વિતાવે છે. તે નવા કોડિંગ સાથે અદ્યતન એપ્સ બનાવવાનું ચાલુ કરે છે. દેવાંશે મારિયો ગેમ પણ બનાવી છે. દેવાંશના પિતા લખન સિંહ ઘરે એકેડમી ચલાવે છે. તેમાં 70 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તે ગરીબ બાળકોને મફત શિક્ષણ આપે છે. દેવાંશે આઠમા ધોરણ સુધી ઘરેથી અભ્યાસ કર્યો, તે શાળાએ ગયો નથી.

આ પણ વાંચોઃ અરે વાહ, શહેરના આ રેલવે સ્ટેશનોને મળી નવી ટ્રેન, પ્રવાસીઓને ફાયદો

હાઈસ્કૂલમાં 80 ટકા સાથે પાસઃ તે હાઈસ્કૂલમાં શાળામાં ગયો હતો અને 80 ટકા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી. હવે 11 વર્ષની ઉંમરે તે ઇન્ટરની પરીક્ષા આપશે. દેવાંશ કોઈપણ ગાણિતિક સમસ્યાને પળવારમાં ઉકેલી દે છે. દેવાંશ ધનગરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 150 થી વધુ એવોર્ડ જીત્યા છે. 2021માં મહારાષ્ટ્ર સરકારે તેમને બાલ ગૌરવ એવોર્ડ આપ્યો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમનું સન્માન કર્યું હતું. દેવાંશ ધનગરની કોડિંગની સમજ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને, સ્પેસ એજન્સી નાસાએ તેને 2026ના મિશન મંગલની ટીમનો ભાગ બનાવ્યો છે. તે કોડિંગ ટીમમાં પોતાની પ્રતિભા બતાવશે. નાસાએ તેમને બોર્ડિંગ પાસ ઈશ્યૂ કર્યો છે. તે જ સમયે, પરિવાર પુત્રની આ પ્રતિભાથી ખૂબ ખુશ છે. દેવાંશ એમઆઈટીમાં જવા માંગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.