ETV Bharat / bharat

મકબૂલ હોટલના માલિક કોહલીના ડાયહાર્ડ ફેન, વિરાટ જેટલા રન બનાવશે તેટલું બિરીયાની પર ડિસ્કાઉન્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 11:06 AM IST

મુજફ્ફરનગરની મકબૂલ ચિકન બિરીયાની હોટલના સંચાલક છેલ્લી ત્રણ મેચોથી કોહલી જેટલા રન બનાવે છે તેટલા ટકા ફૂડ આઈટમની પ્રાઈઝમાં ડિસ્કાઉન્ટ આપે છે. તેમણે ફાઈનલ મેચમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત કબાબ પણ લોકોમાં ફ્રી આપવાનું જાહેર કર્યુ છે. World Cup final 2023 India Australia Uttar Pradesh Muzaffarnagar Maqbool Chicken Biriyani Hotel Virat Kohli die hard Fan discount on food items

મકબૂલ હોટલના માલિક કોહલીના ડાયહાર્ડ ફેન
મકબૂલ હોટલના માલિક કોહલીના ડાયહાર્ડ ફેન

મુજફ્ફરનગરઃ આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજ રમાવાની છે. આ મેચને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે. ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં મકબૂલ ચિકન બિરયાની નામક હોટલના માલિક વિરાટ કોહલીના ફેન છે. કોહલી જેટલા રન બનાવે તેટલું ડિસ્કાઉન્ટ બિરયાની પર આપી રહ્યા છે.

મકબૂલ ચિકન બિરયાની નામક હોટલના માલિક દાનિશ છે. જે લાંબા સમયથી શહેરમાં હોટલ ચલાવી રહ્યા છે. આ હોટેલીયર દાનિશ વિરાટ કોહલી જેટલા રન બનાવે તેટલું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપે છે. આ હોટેલીયરની ખાસ મુલાકાતે પહોંચી હતી ઈટીવી ભારતની ટીમ. ઈટીવી ભારતે આ હોટેલીયર સાથે કરી ખાસ વાતચીત.

હોટલીયર દાનિશ જણાવે છે કે આ ઓફર આપીને મને બહુ ખુશી થઈ છે. આપણા દેશના યુવાનો સાહસ કરે તે મહત્વપૂર્ણ છે. આઈસીસી વર્લ્ડ કપની ભારતની યજમાની કરે છે તે વાતની મને સૌથી વધુ ખુશી છે. ભારતયી ટીમના દરેક ખેલાડીઓ ખૂબ ફોર્મમાં છે. આ કારણે મને બહુ ખુશી થઈ રહી છે. આ મારો દેશ પ્રત્યેનો પ્રેમ છે. હું છેલ્લી ત્રણ મેચથી બિરીયાની પર ઓફર આપું છું. આ ફાઈનલ મેચમાં સ્ટાર ક્રિકેટર કોહલી જેટલા રન બનાવશે તેટલા ટકા હું બિરીયાની પર ડિસ્કાઉન્ટ આપીશ.

જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતશે તો તેઓ બિરીયાનીમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત કબાબ પણ ફ્રીમાં આપશે. ભારત આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે તો તે ખુશી શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. આ મેચ માટે દરેક ક્રિકેટ ફેન જ નહી પણ સામાન્ય લોકોમાં પણ ઉત્સાહ જોવા મળે છે.

  1. વર્લ્ડ કપ 2023: ક્રિકેટરસિકો 8 વાગ્યામાં જ પહોંચી ગયાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 300+ ટાર્ગેટની આશા સાથે જબરોઉત્સાહ
  2. વર્લ્ડ કપ ફાઇનલમાં નોંધાયેલી છે માત્ર 6 સદી, 2 કેપ્ટન પણ સામેલ, આ વખતે કોણ ફટકારશે સદી ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.