ETV Bharat / bharat

PM in Varanasi : વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો, મુસ્લિમો પણ રેલીમાં થયા સામેલ

author img

By

Published : Mar 4, 2022, 5:54 PM IST

PM in Varanasi
PM in Varanasi

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(up assembly elections 2022) માટે પીએમ મોદી ભાજપની તરફથી પ્રચાર કરી રહ્યા છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો(pm modi rod show) યોજાયો હતો. વડાપ્રધાનના રોડ શોમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ જોવા મળ્યા હતા. અહીં મુસ્લિમોએ કહ્યું કે પીએમ મોદીએ બનારસમાં વિકાસની નદીઓ વહાવી છે.

વારાણસીઃ યુપીની રાજનીતિમાં પીએમ મોદીનું(pm modi rod show) ખાસ સ્થાન છે. કદાચ આ એટલા માટે છે કે દેશના વડાપ્રધાન પદ પર બેસતા પહેલા તેઓ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમણે વારાણસીને મતવિસ્તાર તરીકે પસંદ કર્યું હતું. પીએમની ખુરશી પર બેસતા પહેલા મોદીએ તેમના ગૃહરાજ્ય ગુજરાતની લોકસભા સીટ છોડી દીધી હતી. 2022ની યુપી વિધાનસભા ચૂંટણી(up assembly elections 2022) માટે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનના રોડ શોમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. કાશીના લોકો આ રોડ શોને લઈને ખૂબ જ ઉત્સાહી દેખાયા હતા. શુક્રવારની નમાજ અદા કર્યા બાદ આ રોડ શોમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ ભાગ લીધો હતો. મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલો વિકાસ કર્યો છે તેટલો કોઈએ કર્યો નથી.

મુસ્લિમ સમુદાય પણ રેલીમાં જોડાયો

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સબકા સાથ, સબકા વિકાસનું વચન આપ્યું હતું. મુસ્લિમ સમાજના લોકોનો પણ વિકાસ થયો. એવું કહેવાય છે કે મુસ્લિમ સમુદાયના લોકો ભારતીય જનતા પાર્ટીને વધુ પસંદ નથી કરતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં આ ધારણાને તોડવામાં આવી હતી. કાશીમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પણ નમાઝ અદા કર્યા બાદ વડાપ્રધાનના રોડ શોમાં ભાગ લીધો હતો. રોડ શોમાં ભાગ લેનારા લોકોએ કહ્યું કે અમે નમાઝ અદા કરી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી. આ પછી અમે વડાપ્રધાનના રોડ શોમાં સામેલ થયા. દરેકને વિકાસ ગમે છે. પીએમ મોદીએ વારાણસીના વિકાસ માટે ઘણું કામ કર્યું છે.

મોદીએ તેમના બઘાજ વચનો નિભાવ્યા - જનતા

વારાણસીની આઠ વિધાનસભા સીટો પર ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કદાચ આ જ કારણ છે કે વડાપ્રધાનના આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે મહિલા મોરચાએ PM મોદીના રોડ શોની સામે 5000 થી વધુ કાર્યકરોને મૂકવાની યોજના બનાવી છે. કાશીના રસ્તા પર મહિલાઓની સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.