ETV Bharat / bharat

મહારાષ્ટ્ર એરલાઈનને ધમકીઓ આપવા બદલ ગુજરાતમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ

author img

By

Published : Apr 4, 2023, 9:02 AM IST

એરલાઈન્સ કંપનીને ધમકી આપતું ટ્વીટ કરનાર 12મા ધોરણના વિદ્યાર્થીની કરાઈ ધરપકડ
એરલાઈન્સ કંપનીને ધમકી આપતું ટ્વીટ કરનાર 12મા ધોરણના વિદ્યાર્થીની કરાઈ ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસે અકાસા એરને ધમકીઓ આપવા બદલ 12માં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ ટ્વીટ ગુજરાતમાંથી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીએ ક્રેશ થયેલા પ્લેનની તસવીર પણ ટ્વીટ કરી હતી.

મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસે એરલાઈન 'અકાસા એર'ને કથિત રૂપે ધમકીઓ આપવા બદલ ગુજરાતમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. વાસ્તવમાં, વિદ્યાર્થીએ ક્રેશ થયેલા પ્લેનની તસવીર પણ ટ્વીટ કરી હતી. આ ટ્વિટ બાદ ખાનગી કંપનીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. 18 વર્ષીય વિદ્યાર્થી લક્ષ્ય સંજય જૈને ટ્વિટ કર્યું હતું કે, "આકાસા એર બોઇંગ 737 મેક્સ (વિમાન) ક્રેશ થશે." ACP શ્રીરામ કોરેગાંવકરે આ સમાચારની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચોઃ ITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટીકમ સિંહ નેગી ચીન બોર્ડર પર શહીદ, કાલે દેહરાદૂનમાં થશે અંતિમ સંસ્કાર

વિદ્યાર્થીની ધરપકડ કરાઈઃ આ કેસની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, ટ્વીટનું ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) સરનામું ગુજરાતના સુરતનું હતું, જેના પગલે એક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને 27 માર્ચે વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે, પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ પોલીસને કહ્યું કે, તેને વિમાનો વિશે જાણવામાં રસ હતો અને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટના પરિણામો વિશે તે જાણતો ન હતો. તેણે કહ્યું કે, વિદ્યાર્થીએ પોલીસને કહ્યું કે, તેનો અવ્યવસ્થા સર્જવાનો ઈરાદો નહોતો. અધિકારીએ જણાવ્યું હતું કે, એક દિવસની કસ્ટડી પછી આરોપીને 5,000 રૂપિયાની જામીન પર છોડી દેવામાં આવ્યો હતો કારણ કે, તેની પરીક્ષાઓ ચાલી રહી હતી.

એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા એલર્ટઃ તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ વિલેપાર્લે એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ બાદ ક્રેશ થતા પ્લેનની તસવીર ટ્વીટ કરી હતી. આ ટ્વીટ બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા એલર્ટ થઈ ગઈ હતી અને દરેક ફ્લાઈટને ટેક ઓફ કરતા પહેલા સુરક્ષા અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓને કોઈપણ વિમાનમાં કોઈ વાંધાજનક સામગ્રી મળી ન હતી. તે નકલી ટ્વીટ હોવાનું બહાર આવતાની સાથે જ એરપોર્ટ પોલીસે IPCની કલમ 505(1), 506(b) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને શોધી કાઢ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ આ ગુનાઓની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ટ્વીટ સુરત શહેરમાંથી કરવામાં આવી હતી. આ પછી એક ટીમ સુરત મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Kupwara Murder : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પુત્રીની હત્યા કરનાર પિતાની થઈ ધરપકડ, કહ્યું મેં હત્યા કરી છે

મજાકમાં આવી ટ્વીટ કરીઃ મોડી રાત્રે ટીમે લક્ષ્ય સંજય જૈનની પૂછપરછ માટે અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે મુંબઈ લવાયા હતા. પોલીસે તેનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. લક્ષ્ય હાલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેની 12મા ધોરણની બોર્ડની પરીક્ષા શુક્રવાર, 31 માર્ચથી શરૂ થઈ હતી. તેના પિતા એક વેપારી છે અને સુરત શહેરમાં પોતાનો વ્યવસાય હોવાનું કહેવાય છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, લક્ષ્યે મજાકમાં આવી ટ્વીટ કરી હતી. એક દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.