ETV Bharat / bharat

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે: સૂત્ર

author img

By

Published : Oct 30, 2021, 12:12 PM IST

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલો ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે હવે આ મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, NIA મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસ કરશે. જાણવા મળી રહ્યું છે કે, NIAના ત્રણ અધિકારીઓએ મુંબઈમાં NCB અધિકારીઓ સાથે ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી.

  • મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસ NIA કરી શકે છે
  • NIAના ત્રણ અધિકારીઓએ મુંબઈમાં NCB અધિકારીઓ સાથે ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી
  • NIA અને NCBના અધિકારીઓ વચ્ચે દિલ્હીમાં પણ બેઠક યોજાઈ હતી

મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, NIA મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસ કરશે. જાણવા મળી રહ્યું છે કે, NIAના ત્રણ અધિકારીઓએ મુંબઈમાં NCB અધિકારીઓ સાથે ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી.

આ પણ વાંચો- આર્યન ખાન જેલમાંથી મુક્ત, 'મન્નત' બહાર લોકોની ભીડ ઉમટી પડી

NIAએ NCB પાસેથી તમામ માહિતી મેળવી લીધી છે

સૂત્રોના મતે, NIA અને NCBના અધિકારીઓની દિલ્હીમાં એક બેઠક યોજાઈ છે. NIAએ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલા સાથે જોડાયેલી તમામ જાણકારીઓ NCB પાસેથી મેળવી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, આ મામલાની કડી આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે જોડાયેલી હોઈ શકે છે. એટલે દેશ માટે સંભવિત ખતરાને જોતા આ હાઈપ્રોફાઈલ મામલાની તપાસ NIAને સોંપવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો- સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો

ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસમાં અનિયમિતતાના અનેક આરોપ લાગી ચૂક્યા છે

આપને જણાવી દઈએ કે, ક્રુઝ ડ્રગ્સ મામલાની તપાસમાં અનિયમિતતાના અનેક આરોપ લાગી ચૂક્યા છે. NCBના મુંબઈ ઝોનના નિર્દેશક સમીર વાનખેડે પર પણ ડ્રગ્સ મામલામાં વસૂલી જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જોકે, તેમણે તપાસમાં અનિયમિતતાના તમામ આરોપોને ફગાવી દીધા છે. તો NCBએ સમીર વાનખેડે પર લાગેલા આરોપની તપાસ માટે 5 સભ્યોની ટીમને મુંબઈ મોકલી છે. NCBના ઉપ મહાનિદેશક જ્ઞાનેશ્વરસિંહ તેનું નેતૃત્વ કરી રહ્યા છે.

અત્યાર સુધી 5 NCB અધિકારીઓ અને ત્રણ અન્યના નિવેદન લેવાયા

તેમણે શુક્રવારે કહ્યું હતું કે, ક્રુઝ ડ્રગ્સ મામલામાં જબરદસ્તી વસૂલીના પ્રયાસના આરોપની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ આગળ નથી વધી શકતી, જ્યાં સુધી કે, તેઓ સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સેલથી પૂછપરછ નથી કરતી. સિંહે કહ્યું હતું કે, તેમણે અત્યાર સુધી 5 NCB અધિકારીઓ અને ત્રણ અન્યના નિવેદન નોંધ્યા છે. પ્રભાકર સેલ તે લોકોમાં સામેલ છે, જેણે NCBના ઝોનલ નિદેશક સમીર વાનખેડે અને અન્ય અધિકારીઓ પર મુંબઈ તટથી એક ક્રુઝ જહાજથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત થયા પછી વસૂલીના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.