ETV Bharat / bharat

MP POLICE CONSTABLE SUSPENDED: નોકરીના સસ્પેન્શનનું કારણ બન્યું મૂછ

author img

By

Published : Jan 9, 2022, 9:05 PM IST

જે લોકો પોલીસની નોકરી મેળવા ઇરછતા હોય તો તે લોકોએ મૂછનું બલિદાન આપવું પડશે. કારણ કે તમે મૂછ રાખશો તો પોલીસની નોકરી નહી કરી શકો. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં એક અધિકારીએ પોલીસને (Bhopal Police) તેની મૂછો કાઢવાનું કહેતા પોલીસે સ્પષ્ટ (MP POLICE CONSTABLE SUSPENDED) ના પાડી જેની તેને સજા આપવામાં આવી છે.
MP POLICE CONSTABLE SUSPENDED: નોકરીના સસ્પેન્શનનું કારણ બન્યું મૂછ
MP POLICE CONSTABLE SUSPENDED: નોકરીના સસ્પેન્શનનું કારણ બન્યું મૂછ

ભોપાલઃ મધ્યપ્રદેશ પોલીસે એક પોલીસ કોન્સ્ટેબલને લાંબા વાળ અને લાંબી મૂછો રાખવા બદલ સસ્પેન્ડ (MP POLICE CONSTABLE SUSPENDED) કરવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના સહાયક પોલીસ અને મહાનિરીક્ષક પ્રશાંત શર્માએ શુક્રવારે આ સંદર્ભે આદેશો જારી કર્યા હતા. આ આદેશો રવિવારના સોશિયલ મીડિયા (Social media marketing) પર વાયરલ થયા હતા.

યુનિફોર્મ નિયમો હેઠળ અનુશાસનહીનતાની શ્રેણીમાં

શર્માએ જણાવ્યું હતું કે, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રાકેશ રાણા ભોપાલમાં પોલીસના (Bhopal Police) મોટર ટ્રાન્સપોર્ટ પૂલ પર પોસ્ટેડ છે અને તેઓ પોલીસ મહાનિર્દેશક, અને જાહેર સેવા ગેરંટીનાં ડ્રાઇવર તરીકે કાર્યરત હતા. શર્માએ કહ્યું કે, 'તે તેના લાંબા વાળ અને મૂછમાં ખરાબ લાગી રહ્યો છે એટલે તેના દેખાવને ઠીક કરવા માટે તેના વાળ અને મૂછોને યોગ્ય રીતે કાપવા આદેશ આપ્યો હતો, પરંતુ તેણે આ આદેશનો ધિક્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "આ યુનિફોર્મ નિયમો હેઠળ અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે અને આ કાયદાની અન્ય કર્મચારીઓ પર વિપરીત અસર પડે છે" તેથી રાણાને 7 જાન્યુઆરીએ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

હું સસ્પેન્શનનો સામનો કરવામાં સક્ષમ: રાકેશ રાણા

રાણાએ જવાબમાં કહ્યું કે, 'આજે પણ ઘણા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મૂછો રાખે છે અને એવું પણ જોવા મળ્યું છે કે, સૈનિકો મૂછોમાં ખૂબ જ સારા અને સ્માર્ટ દેખાતા હોય છે. હું યુનિફોર્મમાં રહું છું અને છેલ્લા એક વર્ષથી ફરજ પર છું, પરંતુ અત્યાર સુધી કોઈએ આ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. "હું સસ્પેન્શનનો સામનો કરવામાં સક્ષમ છું. હું મારી મૂછો કાપીશ નહી કારણ કે, આ મારા આત્મસન્માનની વાત છે. તેમના સસ્પેન્શનના મામલે રાકેશ રાણાએ કહ્યું કે, મૂછો મારા માટે સ્વાભિમાનની વાત છે. તે સસ્પેન્શન સ્વીકારશે, પરંતુ તેની મૂછો કાપશે નહીં.

આ પણ વાંચો:

પાટીલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા બદલ સસ્પેન્ડ થયા હતાઃ અર્જુન મોઢવાડીયા

બૂટલેગર સાથે સાંઠગાંઠના આરોપસર મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.