ETV Bharat / bharat

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી

author img

By

Published : Jun 4, 2022, 1:35 PM IST

સિદ્ધુ મુસેવાલા હત્યા પ્રકરણમાં (Sidhu Moose Wala Murder Case)પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હરિયાણામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા 2 લોકોની ધરપકડ કરી છે.

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી

ચંડીગઢ: સિદ્ધુ મુસેવાલા હત્યા (Sidhu Moose Wala Murder Case)પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હરિયાણામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ( Gangster Lawrence Bishnoi)સાથે જોડાયેલા 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બન્ને યુવકો સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કોઈને કોઈ રીતે સંડોવાયેલા હોવાનું મનાય છે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે બંનેની ફતેહાબાદથી ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Sidhu Musewala Murder Case : સિદ્ધુ મુસેવાલાના પિતા અમિત શાહને મળશે

પોલીસે બે લોકોની અટકાયત કરી - સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબની મોગા પોલીસ દ્વારા ફતેહાબાદમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે કારણ કે તેઓએ શહેરના અલગ-અલગ સ્થળોએ લગાવેલા સીસીટીવી ફૂટેજમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલ બોલેરો વાહન જોવા મળ્યું છે. આ કારમાં કેટલાક યુવાનો પણ જોવા મળી રહ્યા છે. હાલમાં સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બે લોકોની અટકાયત કરી છે, જેમની પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.