ETV Bharat / bharat

Monsoon Session : લોકસભાની કાર્યવાહી 20 જુલાઇ સુધી સ્થગિત કરાઇ

author img

By

Published : Jul 18, 2021, 9:34 PM IST

Updated : Jul 19, 2021, 3:42 PM IST

આજ એટલે કે સોમવારથી લોકસભાનું ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થઇ ગયું છે. કોરોના પ્રોટોકોલ મુજબ યોજાનારુ આ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન કુલ 19 બેઠકોમાં વિવિધ 31 બિલો પર ચર્ચા થશે.જોકે ચોમાસાની સીઝનના પહેલા દિવસની શરૂઆત હોબાળા સાથે થઈ હતી. લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે. વિરોધી પક્ષ ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.જોકે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી છે.રાજ્યસભાની કાર્યવાહી 20 જુલાઇ સુધી સ્થગિત કરાઇ છે.

Monsoon Session
Monsoon Session

  • આજથી શરૂ થયું સંસદનું ચોમાસું સત્ર
  • સત્ર શરૂ થતા અગાઉ લોકસભાના અધ્યક્ષે યોજી બેઠક
  • સત્રમાં કુલ 31 બિલો પર થશે ચર્ચા

ન્યૂઝ ડેસ્ક : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session) અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં કુલ 19 બેઠકો યોજાશે. સંસદની કાર્યવાહીમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ સત્રમાં સાર્થક અને સકારાત્મક ચર્ચા માટે દરેક પાર્ટીઓને પૂરતો ન્યાય આપવામાં આવશે.જોકે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી છે.હોબાળાના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ.રાજ્યસભાની કાર્યવાહી 20 જુલાઇ સુધી સ્થગિત કરાઇ છે.

લોકસભાની કાર્યવાહી 20 જુલાઇ 11.00 વાગ્યા સુધી સ્થગિત કરાઇ

વિપક્ષ દ્વારા સદનમાં સતત વિરોધ કરતા લોકસભાની કાર્યવાહી 20 જુલાઇ 11.00 વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે.

લોકસભાની કાર્યવાહી 3.30 વાગ્યા પછી ફરી શરૂ કરાઇ

લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ગઇ છે. વિપક્ષ દ્વારા ગૃહમાં સતત સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
રાજ્યસભાની કાર્યવાહી 20 જુલાઇ સુધી સ્થગિત કરાઇ

ચોમાસા સત્રના પહેલા દિવસે વિપક્ષ પાર્ટીઓએ રાજ્યસભામાં હોબાળો કર્યો હતો. આ દરમિયાન કાર્યવાહી અનેક વખત મુલતવી રાખવી પડી હતી. બપોરના 3 વાગ્યા પછી ફરી ચર્ચા શરૂ થઈ, પરંતુ વિપક્ષી નેતાઓ તેમની માંગણીઓ અંગે હોબાળો કરી રહ્યા હતા, જે બાદ સ્પીકરે ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

મુખ્તાર અબ્બાસ નકવી રાજ્યસભામાં ગૃહના નાયબ નેતા રહેશે. પિયુષ ગોયલની જગ્યાએ નકવીને ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા છે.

વિપક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી

  • "It is an occasion where children of farmers are being introduced in the House. But some people opposing it. Women ministers & ministers from SC/ST & Adivasi communities are being introduced," says PM Modi as the Opposition creates ruckus in Rajya Sabha pic.twitter.com/CJFwmnVqyo

    — ANI (@ANI) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંસદમાં 12.24 પછી ફરી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.જેમાં તેમણે કહ્યું કે, વિપક્ષની માસિકતા મહિલા અને દલિત વિરોધી છે.તેમણે વધુમાં કહ્યું કે, વિપક્ષને આદિવાસી પ્રધાનોનો પરિચય પસંદ નથી,જે પણ નેતા આવે છે તેો ખેડૂત પરિવારમાંથી છે.

લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરાઇ

  • Members of Parliament in Rajya Sabha paid tribute to MPs & personalities who lost their lives this year, including veteran actor Dilip Kumar & veteran athlete Milkha Singh.

    House has been adjourned till 12.24 pm pic.twitter.com/ej9aYsWfYh

    — ANI (@ANI) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Lok Sabha adjourned till 2 pm amid uproar by Opposition MPs.

    Defence Minister Rajnath Singh raised an objection against the uproar while Prime Minister Narendra Modi was introducing his Council of Ministers in the House. pic.twitter.com/FQIEf4QQE4

    — ANI (@ANI) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિપક્ષી સાંસદો દ્વારા હોબાલો કરતા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થતાં જ કોરોનાના બીજા લહેર, ફુગાવા અને ચીન સંબંધિત બાબતો અને પત્રકારો અને નેતાઓની જાસૂસીને લઈને હોબાળો થયો હતો. તો આ સાથે જ રાજ્યસબાની કાર્યવાહી 12.24 સુધી સ્થગિત કરાઇ છે.

અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો ‘બાહુબલી’ બની ચૂક્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો ‘બાહુબલી’ બની ચૂક્યા છે, પરંતુ આપણે કોવિડ વિરોધી અન્ય નિયમોનું પાલન કરવાનું છે- PM નરેન્દ્ર મોદી

વડાપ્રદાને સંસદના ચોમાસું સત્ર પહેલા સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે, સરકાર વિપક્ષના દરેક સવાલના જવાબ આપવા અને મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષથી આગ્રહ છે કે, તમામ મુદ્દાઓ પર ચર્ચા બાદ સરકારના જવાબ પણ સાંભળવા તૈયાર રહે, જેથી જનતા સુધી વાતો પહોંચી શકે.

કુલ 31 બિલ પર ચર્ચા થવાની સંભાવના

  • Monsoon session to run from July 19 to Aug 13 in line with COVID protocols. Small parties will be given enough time. With the cooperation of leaders from all parties, there was 122% productivity last time. Issues raised in the house will be discussed: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/DMga8v2262

    — ANI (@ANI) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
સંસદમાં રજૂ થનારા બિલ
સંસદમાં રજૂ થનારા બિલ

સંસદીય કાર્યોના પ્રધાન પ્રહલાદ જોશીના જણાવ્યા પ્રમાણે, આ સત્ર દરમિયાન સરકાર તરફથી કુલ 31 બિલ પર ચર્ચા કરાવવાની સંભાવના છે. સરકારે કુલ 29 બિલ લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમાં છ અધ્યાદેશ છે. જે બજેટ સત્ર બાદ પાસ થયા હતા. જ્યારે 2 બિલ નાણા સંબંધિત છે. સંસદમાં રજૂ થનારા બિલોમાં ધ સરોગસી બિલ 2019, ધ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ બિલ 2021, ધ ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ બિલ 2021 સહિતના બિલનો સમાવેશ થાય છે.

અગાઉ વડાપ્રધાન મોદીએ યોજી હતી સર્વદળીય બેઠક

લોકસભાના અઘ્યક્ષ ઓમ બિરલાએ સર્વદળીય બેઠક અગાઉ સંસદ પરિસદમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં વડાપ્રધાને સંસદની કામગીરીના સુચારુ સંચાલન અને યોગ્ય કાયદાઓને પાસ કરાવવા માટે તમામ વિપક્ષી દળોનો સહયોગ માંગ્યો હતો.

Last Updated : Jul 19, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.