ETV Bharat / bharat

Mohan bhagwat on hindu: RSS પ્રમુખે કહ્યું- હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી

author img

By

Published : Nov 27, 2021, 10:39 PM IST

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS sarsanghchalak mohan bhagwat) કહ્યું છે કે, જો હિંદુઓ હિંદુ (Mohan bhagwat on hindu) બન્યા રહેવા ઇચ્છે છે, તો ભારતે અખંડ ભારત (akhand bharat) બનવાની જરૂર છે. હિંદુઓ વગર ભારત નથી અને ભારત વગર હિંદુઓ નથી (no india without hindus).

Mohan bhagwat on hindu: RSS પ્રમુખે કહ્યું- હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી
Mohan bhagwat on hindu: RSS પ્રમુખે કહ્યું- હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાગવત બોલ્યા
  • હિંદુએ હિંદુ બન્યા રહેવું છે તો ભારતે અખંડ બનવું જરૂરી
  • હિંદુ માનનારાઓની સંખ્યા ઓછી થઈ તેથી પાકિસ્તાન બન્યું

ગ્વાલિયર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS Sarsanghchalak mohan bhagwat) કહ્યું છે કે, હિંદુ અને ભારત અલગ ના થઈ શકે. ભારતે ભારત રહેવું છે તો ભારતે હિંદુ બની રહેવું પડશે (india hindu rashtra). હિંદુઓએ હિંદુ રહેવું છે તો ભારતે અખંડ (akhand bharat) બનવું જ પડશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત મધ્યપ્રદેશના ગ્વાલિયર (mohan bhagwat in gwalior)માં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

ભારતની તમામ વાતો ભારતની ભૂમિથી જોડાયેલી છે

તેમણે કહ્યું કે, "આ હિંદુસ્તાન છે અને અહીં પરંપરાથી હિંદુ (Mohan bhagwat on hindu) લોકો રહેતા આવ્યા (traditionally hindu lived in india) છે. જે જે વાતો હિંદુ કહી રહ્યા છે એ તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો (all the stories of India) ભારતની ભૂમિથી જોડાયેલી છે, સંયોગથી નહીં."

હિંદુઓ વગર ભારત નથી

તેમણે જણાવ્યું કે, "હિંદુઓ વગર ભારત નથી (no india without hindus) અને ભારત વગર હિંદુ નથી (no hindus without india). ભારત તૂટ્યું, પાકિસ્તાન બન્યું, કેમકે આપણે એ ભાવ ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ, ત્યાંના મુસલમાનો પણ ભૂલી ગયા. ખુદને હિંદુ માનનારાઓની પહેલા તાકાત ઓછી થઈ, પછી સંખ્યા ઓછી થઈ, આ કારણે પાકિસ્તાન ભારત ન રહ્યું (pakistan separation from india)."

હિંદુ હિંદુ રહેવા ઇચ્છે છે તો ભારતે અખંડ બનવાની જરૂર

તેમણે કહ્યું કે, "તમે જોશો કે હિંદુઓની સંખ્યા અને તાકાત ઓછી થઈ ગઈ છે, અથવા હિંદુત્વની ભાવના (spirit of hindutva) ઓછી થઈ ગઈ છે. જો હિંદુ હિંદુ બન્યા રહેવા ઇચ્છે છે તો ભારતે અખંડ બનવાની જરૂર છે."

આ પણ વાંચો: Gurugram Namaz Dispute: હિન્દુ સંગઠને ફરી હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો

આ પણ વાંચો: મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ કાંગથોંગ, ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં બનાવી ધૂન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.