ETV Bharat / bharat

Modi Cabinet Meeting: એક વર્ષ પછી આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની પ્રત્યક્ષ બેઠક યોજાશે, PM Modi કરશે અધ્યક્ષતા

author img

By

Published : Jul 14, 2021, 12:37 PM IST

Modi Cabinet Meeting: એક વર્ષ પછી આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની પ્રત્યક્ષ બેઠક યોજાશે, PM Modi કરશે અધ્યક્ષતા
Modi Cabinet Meeting: એક વર્ષ પછી આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની પ્રત્યક્ષ બેઠક યોજાશે, PM Modi કરશે અધ્યક્ષતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (બુધવારે) કેન્દ્રિય કેબિનેટની બેઠક (Modi Cabinet)ની અધ્યક્ષતા કરશે. જોકે, એક વર્ષથી પણ વધુ સમય પછી પહેલી વખત કેબિનેટની બેઠક (Modi Cabinet) પ્રત્યક્ષ રીતે યોજાવા જઈ રહી છે. કેબિનેટના તમામ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેન્દ્રિય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરશે
  • બેઠકમાં તમામ કેન્દ્રિય કેબિનેટના સભ્યો ઉપસ્થિત રહેશે
  • વડાપ્રધાનની અધ્યક્ષતામાં સાંજે 4 વાગ્યે યોજાશે કેબિનેટની બેઠક

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે મોદી કેબિનેટનું (Modi Cabinet) વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે એક વર્ષથી પણ વધુ સમય પછી કેન્દ્રિય કેબિનેટ (Modi Cabinet)ની પ્રત્યક્ષ બેઠક (Real meeting) યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (બુધવારે) સાંજે 4 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરશે. 7 જુલાઈએ કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ પછી એક અઠવાડિયામાં આ બીજી બેઠક હશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નવા કેબિનેટની બેઠક 8 જુલાઈએ યોજાઈ હતી.

આ પણ વાંચો- મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની, સિંધિયા જેવા નેતાઓની હવે મોદી કેબિનેટ કમિટીમાં એન્ટ્રી

છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં કેબિનેટની પ્રત્યક્ષ બેઠક યોજાઈ હતી

સૂત્રોના જણાવ્યાનુસાર, આ પહેલા કેબિનેટની પ્રત્યક્ષ (ફિઝિકલ) બેઠક ગયા વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં થઈ હતી. જ્યારે દેશમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઈ હતી. જોકે, લૉકડાઉન દરમિયાન પણ કેન્દ્રિય કેબિનીટની દર અઠવાડિયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિત બેઠક યોજાતી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચો- PM Modi Advices to New Ministers: અનાવશ્યક નિવેદનો આપવાથી બચો

સંસદનું ચોમાસું સત્રને ધ્યાનમાં રાખી કેબિનેટની બેઠકો વધી રહી છે

સૂત્રોના મતે, સંસદનું આગામી ચોમાસું સત્ર (Monsoon Session) ના કારણે કેબિનેટની વારંવાર બેઠક યોજાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે જ મોદી કેબિનેટ (Modi Cabinet)નું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.