ETV Bharat / bharat

Modi on Ukraine Russia War: શા માટે પીએમ મોદીએ યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી

author img

By

Published : May 3, 2022, 8:12 PM IST

Modi on Ukraine Russia War: પીએમ મોદીએ યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી
Modi on Ukraine Russia War: પીએમ મોદીએ યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી

પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ (Modi on Ukraine Russia War) કરી હતી. આ સાથે તેમણે સંકટને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની જરૂર જણાવી.

કોપનહેગન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન (Modi on Ukraine Russia War) કર્યું હતું અને કટોકટીનો ઉકેલ લાવવા માટે વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને આશા વ્યક્ત કરી હતી કે, ભારત રશિયા પર તેના પ્રભાવનો ઉપયોગ યુદ્ધ ખતમ કરવા (Modi's appeal for immediate ceasefire in Ukraine) માટે કરશે.

આ પણ વાંચો- અમેરિકામાં સ્ટોર ખોલવાનો છે ડ્રીમ પ્રોજેક્ટ: પોતાના શોખ માટે વર્લ્ડફેમસ છે લુધિયાનાનો આ યુવાન

મોદીએ દ્વિપક્ષીય મંત્રણા પછી અહીં પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે યુક્રેનમાં સંકટ અંગે ચર્ચા કરી હતી અને યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. વડા પ્રધાને કહ્યું, "અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સંકટના ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની અપીલ કરી હતી." ફ્રેડરિકસેને આશા વ્યક્ત કરી હતી કે, ભારત રશિયા પર તેના પ્રભાવનો (War effect on India Russia) ઉપયોગ કરશે. તેણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધનો અંત લાવવા અને હત્યાઓ રોકવા માટે કહ્યું. તેમણે કહ્યું, 'મારો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે, પુતિને આ યુદ્ધ બંધ કરવું પડશે અને લોકોના જીવ લેવાનું બંધ કરવું પડશે. સ્વાભાવિક રીતે, મને આશા છે કે ભારત આ વાતચીતમાં રશિયા પર પણ દબાણ કરશે.

આ પણ વાંચો- દારૂડીયાની નફ્ફટાઈ: બિહારમાં ડ્રાઈવરે દારૂ પીવા માટે ટ્રેન રોકી, પછી જે થયુ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસ (Modi three country visit)ના બીજા તબક્કામાં મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેઓ ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન સાથે વાતચીત કરશે અને બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પરસ્પર હિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાનની ડેનમાર્કની આ પ્રથમ મુલાકાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.