ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ, 2 આતંકવાદી ઠાર તો,4 જવાન શહીદ

author img

By

Published : Nov 8, 2020, 2:22 PM IST

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં સરહદ પર શંકાસ્પદ હલચલ જોવા મળ્યા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 2 આતંકી ઠાર થયો છે. આ દરમિયાન સેનાના 4 જવાન પણ શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

  • જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ
  • 2 આતંકવાદી ઠાર
  • કાર્યવાહીમાં 4 જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં સરહદ પર શંકાસ્પદ હલચલ જોવા મળ્યા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 2 આતંકી ઠાર થયો છે. આ દરમિયાન સેનાના 4 જવાન પણ શહીદ થયા છે.

માછિલ સેક્ટરમાં આતંકીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ

સેના દ્વારા મળતી માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરી દરમિયાન આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, સીમા સુરક્ષા દળના 4 જવાન શહીદ થયા હતા.

સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાનું નિવેદન

  • સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, 7 અને 8 નવેમ્બરની રાત્રે સેનાની એક પેટ્રોલીંગ ટીમે આતંકવાદીઓને ઘુસણખોરી કરતા જોયા હતા. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કોન્સ્ટેબલ સરકાર શહીદ થયા હતા અને એક આતંકવાદી પણ ઠાર થયો હતો. આ સમય દરમિયાન આતંકવાદી પાસેથી એકે 47 રાયફલ અને બે બેગ મળી આવ્યા હતા.
  • પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માછીલ સેક્ટર (ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા) માં નિયંત્રણ રેખાની બાજુમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમને માહિતી મળી હતી જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 7-8 નવેમ્બરની રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.