ETV Bharat / bharat

સોવિયેત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે અવસાન

author img

By

Published : Aug 31, 2022, 6:25 AM IST

Updated : Aug 31, 2022, 8:20 AM IST

પૂર્વ સોવિયત રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે નિધન થયું છે (Mikhail Gorbachev dies at 91 ). સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે (Mikhail Gorbachev died central hospital in Moscow). મિખાઇલ રક્તપાત વિના શીત યુદ્ધનો અંત લાવ્યો, પરંતુ સોવિયત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ ગયા હતા.

Etv Bharat મિખાઈલ ગોર્બાચેવ
Etv Bharat મિખાઈલ ગોર્બાચેવ

નવી દિલ્હીઃ પૂર્વ સોવિયત રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચેવનું મોસ્કોની હોસ્પિટલમાં 91 વર્ષની લાંભી વયે નિધન થયું છે (Mikhail Gorbachev former Soviet leader die). જેઓ ઘણા સમયથી સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા (Mikhail Gorbachev died central hospital in Moscow). પરંતુ તેઓ મોતની લડાઇ સામે જંગ હારી ગયા છે. જેઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમને એક સામાન્ય વ્યકિતથી લઇને એક સારા અને શ્રેષ્ઠ રાજનેતાની જવાબદારી બખૂબી નિભાવી હતી. મિખાઇલે રક્તપાત વિના શીત યુદ્ધનો અંત લાવ્યો હતો, પરંતુ સોવિયત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ નિવડ્યા હતા.

નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ મિખાઈલ ગોર્બાચેવ સોવિયેત યુનિયનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને દેશના પ્રમુખ બન્યા ત્યારે સોવિયેત યુનિયન અમેરિકાનું હરીફ હતું. ગોર્બાચેવ સોવિયેત યુનિયનના નેતા બન્યા પછી તેમને ખોલવાની અને પુનઃરચના કરવાની યોજનાઓ શરૂ થઈ. આ કારણે 1991માં કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક નેતાઓએ તેમને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. તે નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ગોર્બાચેવ પશ્ચિમ તરફ ઝુકાવ્યું છે. ગોર્બાચેવ પર અમેરિકાનો એજન્ટ હોવાનો પણ આરોપ હતો.

લાંબી બિમારી બાદ લિધા અંતિમ શ્વાસ ગોર્બાચેવ સોવિયેત સંઘના છેલ્લા પ્રમુખ હતા. (Mikhail Gorbachev Last Soviet leader dies). ગોર્બાચેવનો જન્મ 2 માર્ચ 1931ના રોજ ગરીબ પરિવારમાં થયો હતો. ગોર્બાચેવ સ્ટાલિનના શાસન હેઠળ ઉછર્યા અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મન કબજાનો અનુભવ કર્યો હતો. યુદ્ધ પછી તેણે મોસ્કોમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કારકિર્દી કમ્યુનિસ્ટ પાર્ટીમાં બનાવી હતી. તેમણે સામ્યવાદમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્લાસનોસ્ટ (નિખાલસતા) અને પેરેસ્ટ્રોઇકા (પરિવર્તન) ની વિભાવનાઓ રજૂ કરી હતી.

ગોર્બાચેવને 1990 માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નોબેલ સમિતિએ 1990માં મિખાઈલ ગોર્બાચેવને શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો (Mikhail Gorbachev won Nobel Peace Prize in 1990). તેમને આ પુરસ્કાર આપતા સમિતિએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વ અને પશ્ચિમના સંબંધોમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે, મિખાઇલ ગોર્બાચેવના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું. 'Never Meet Your Heroes' મિખાઇલ ગોર્બાચેવ મારા હીરોમાંના એક હતા. તેમને મળવાનું સન્માન અને આનંદ વાત હતી. હું અદ્ભુત રીતે ભાગ્યશાળી હતો કે હું તેમને મિત્ર કહેતો. આપણે બધા તેમના અદ્ભુત જીવનમાંથી શીખી શકીએ છીએ.

Last Updated : Aug 31, 2022, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.