ETV Bharat / bharat

Mumbai Murder: લિવ-ઈન પાર્ટનરની હત્યા બાદ મૃતદેહના ટુકડા કૂકરમાં રાંધી મિક્સરમાં ગ્રાઈન્ડ કર્યા

author img

By

Published : Jun 8, 2023, 12:07 PM IST

મુંબઈના મીરા રોડમાં એક મહિલાની તેના લિવ-ઈન પાર્ટનર દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ આરોપીએ લાશના ઘણા ટુકડા કરી નાખ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

MH update Woman cut into pieces live in partner detained by Police in Mumbai
MH update Woman cut into pieces live in partner detained by Police in Mumbai

મુંબઈ: પોલીસને મીરા રોડ વિસ્તારની એક સોસાયટીમાંથી એક મહિલાની વિકૃત લાશ મળી આવી છે. મળતી માહિતી મુજબ, આ કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. સરસ્વતી વૈદ્ય મીરા રોડ વિસ્તારમાં આકાશ ગંગા બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં ત્રણ વર્ષથી આરોપી સાથે રહેતી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બુધવારે સાંજે 56 વર્ષીય મનોજ સાહનીને તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા અને તેના શરીરના ટુકડા કરવા બદલ કસ્ટડીમાં લીધો હતો. પોલીસે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

પોલીસને મીરા રોડ વિસ્તારની એક સોસાયટીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. અહીં એક કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. પ્રાથમિક તપાસમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પીડિતાની ઓળખ સરસ્વતી વૈદ્ય (32) તરીકે થઈ હતી, તે તેના 56 વર્ષીય પાર્ટનર મનોજ સાહની સાથે આકાશગંગા બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં ત્રણ વર્ષથી રહેતી હતી. જયંત બજબલે-મુંબઈ ડીસીપી

ત્રણ દિવસ સુધી સંતાડ્યો હતો મૃતદેહ: પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે (3 જૂન) મધ્યરાત્રિએ સરસ્વતી અને મનોજ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. વિવાદ વધતાં મનોજે સરસ્વતીની ઘાતકી હત્યા કરી નાખી. મનોજે ત્રણ દિવસ સુધી મૃતદેહને ઘરમાં રાખ્યો અને તેના ઘણા ટુકડા કરી નાખ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મનોજ સાહનીએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના કેટલાક ભાગોને કાપીને પ્રેશર કુકરમાં રાંધ્યા હતા, ત્યારબાદ રાંધેલા મૃતદેહને મિક્સરમાં પીસીને લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમના નિવેદનમાં કહ્યું કે આ ઘટના ખૂબ જ ઘૃણાસ્પદ, અમાનવીય અને નિંદનીય છે.

પોલીસ માટે પડકાર: પોલીસે જણાવ્યું કે મૃતદેહના ગુમ થયેલા અવશેષોની શોધ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત થયેલા અવશેષોને પંડિત ભીમસેન જોશી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અધિકારીએ જણાવ્યું કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વચ્ચેના ઝઘડાના કારણે મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે આ મામલામાં મળેલી માહિતી મુજબ જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે રીતે મૃતદેહના ગુમ થયેલા અવશેષો શોધવા પોલીસ માટે એક પડકાર હશે.

  • मुंबई येथील मीरा रोड परिसरात राहणाऱ्या एका व्यक्तीने आपल्या लिव्ह इन् पार्टनरची हत्या केली. नंतर तिच्या मृतदेहाचे तुकडे कुकरमध्ये शिजवून व मिक्सरमध्ये बारीक करुन त्याची विल्हेवाट लावण्याचा प्रयत्न केला. ही घटना अतिशय भीषण, अमानुष आणि संतापजनक आहे.

    गुन्हेगारांना या राज्यात…

    — Supriya Sule (@supriya_sule) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાંસદ સુલેએ કહ્યું કે આરોપીઓને ફાંસી થવી જોઈએ: આ ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને માંગ કરી છે કે હત્યાના આરોપીઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે. સાંસદ સુલેએ ટ્વીટ કર્યું કે મૃતદેહને કુકરમાં રાંધીને અને મિક્સરમાં પીસીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાંસદ સુલેએ આશા વ્યક્ત કરી છે કે તપાસ એજન્સીઓ આ મામલાની ગંભીરતાથી તપાસ કરશે અને પીડિતાને ન્યાય મળશે.

પાડોશીઓની ફરિયાદના આધારે પોલીસે માહિતી મેળવી હતી: બુધવારે નયાનગર પોલીસ સ્ટેશનને બિલ્ડિંગના એક રહેવાસીનો ફોન આવ્યો કે કપલના ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપીને પકડવા માટે એક ટીમ રવાના કરવામાં આવી છે. પોલીસને એક ખરાબ રીતે સડી ગયેલી લાશ મળી આવી છે. મૃતદેહના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વચ્ચેના ઝઘડાના કારણે મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

  1. Lucknow International Airport: લખનૌ એરપોર્ટ પર એર એશિયા પ્લેન હાઇડ્રોલિક પાઇપ ફાટ્યો
  2. સરકાર જમ્મુ અને કાશ્મીરમાં વંચિતોને જમીન અને ઘર આપશે: એલજી સિંહા
  3. Gujarat Cyclone 'Biparjoy': તોફાનમાં ફેરવાયું 'બિપરજોય', 12 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.