ETV Bharat / bharat

Maharashtra Crime News : મહારાષ્ટ્રમાં રામ નવમી પર બે જૂથો વચ્ચે થઇ અથડામણ, વાહનોમાં લગાવાઇ આગ

author img

By

Published : Mar 30, 2023, 9:24 AM IST

ઔરંગાબાદના છત્રપતિ સંભાજી નગરમાં રામ નવમી પર બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન MH પોલીસના જાહેર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

MH Police public vehicles set on fire: બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન પોલીસના જાહેર વાહનોને આગ ચાંપી
MH Police public vehicles set on fire: બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન પોલીસના જાહેર વાહનોને આગ ચાંપી

છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ): કિરાડ પુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની જ્યારે મંદિરમાં રામ નવમી નિમિત્તે તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે બહારના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના રાત્રિના બે વાગ્યાની આસપાસ બની હતી અને પોલીસે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સોશિયલ મીડિયા પર મંદિર પર હુમલાની અફવા ફેલાઈ રહી હોવાથી તમામ રાજકીય નેતાઓએ શાંત રહેવાની અપીલ કરી છે.

ગાળો, ધક્કો મારવો અને પથ્થરમારો શરૂ થયો: કિરાડપુરા ખાતે, રામ મંદિરમાં રામનવમીની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે બહાર બે જૂથો વચ્ચે દલીલ થઈ હતી. શરૂઆતમાં ગાળો, ધક્કો મારવો અને પથ્થરમારો શરૂ થયો. મર્યાદિત પોલીસ ફોર્સ હોવાથી વધારાની મદદ મંગાવવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટોળાએ મંદિરની બહાર આવેલા પોલીસના વાહનો સહિત કુલ દસથી બાર વાહનોને આગ ચાંપી દીધી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે.

Surat Crime News: પિતાએ આપેલા ખેતીના રૂપિયા વપરાઈ જતાં યુવકે તાપી નદીમાં પડતુ મુક્યુ

આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા: ઘટનાની જાણ થતા તમામ પક્ષોના રાજકીય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી પરંતુ સવારે 4 વાગ્યા સુધી દલીલો ચાલુ રહી હતી. પોલીસ સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનોએ શહેરીજનોને શાંતિ જાળવવા અને જિલ્લામાં સર્વત્ર શાંતિપૂર્ણ રીતે રામ નવમીની ઉજવણી કરવા અપીલ કરી છે. શહેરનું નામ બદલાયા બાદ જિલ્લામાં સામાજિક વાતાવરણ બગડ્યું હોવાનું જોવા મળ્યું હતું. જેના કારણે કેટલીકવાર બે સમુદાયો વચ્ચે ઝઘડા પણ થતા હતા.

Atiq ahmed Case: અતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો

વિરોધ કરનારાઓ વચ્ચે યુદ્ધ: સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક તરફ નામ બદલવાનું સમર્થન કરનારા નાગરિકો અને બીજી તરફ વિરોધ કરનારાઓ વચ્ચે યુદ્ધ જોવા મળી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં સામાજિક વાતાવરણ બગડે તેવી ઘટનાઓ બની શકે છે. તેવી આગાહી કરવામાં આવી હતી. રામનવમીની રાત્રે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડા અને તે પછી તોફાનનો પ્રયાસ થતાં નામ બદલવાની ચિનગારી છે? તેવો પ્રશ્ન આ પ્રસંગે ઉઠી રહ્યો છે. ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો. હું મંદિરમાં ઉભો છું. અહીં કશું ખોટું થયું નથી. હું દરેકને શાંતિની અપીલ કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.