ETV Bharat / bharat

MH Crime : પતિ-પત્નીના ઝગડામાં બાળકનો ભોગ, માતાએ પોતાના પાંચ મહિનાના બાળકની કરી હત્યા

author img

By

Published : Feb 20, 2023, 7:03 PM IST

મહારાષ્ટ્રના અહેમદનગરમાં માતાએ પોતાના પાંચ મહિનાના બાળકની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેની લાશને કૂવામાં ફેંકી દીધી હતી. પિતાની ફરિયાદ પોલીસે માતા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

MH Crime
MH Crime

અહેમદનગર(મહારાષ્ટ્ર): અહેમદનગરના કોપરગાંવ તાલુકાના કરવાડીમાં માતાએ પોતાના પાંચ મહિનાના બાળકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે માતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પાંચ મહિનાના બાળકની હત્યા: સામે આવેલી માહિતી મુજબ 19 ફેબ્રુઆરીના રોજ માતાએ પોતાના પાંચ મહિનાના બાળકને માર માર્યો અને તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ બાળકની લાશને કૂવામાં ફેંકી દીધી. બાળકના પિતાની ફરિયાદના આધારે કોપરગાંવ તાલુકા પોલીસ સ્ટેશનમાં માતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મૃત બાળકની માતાની અટકાયત કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Crime : આઈપીએસને બદનામ કરવા મામલે તપાસ મહિલા ક્રાઈમને સોંપાઈ, ચાંદખેડામાં નોંધાયો ગુનો

પતિ-પત્નીના ઝગડામાં બાળકનો ભોગ: પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોપરગાંવ તાલુકાના કરવાડી શિવરામાં સુરજ અને ગાયત્રી માલી રહેતા હતા અને મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેની પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકાથી ગાયત્રી ઝઘડો કરતી હતી. આવેશમાં આવીને ગાયત્રીએ તેના પાંચ માસ અને સાત દિવસના શિવમ નામના બાળકનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાળકના મૃતદેહને નજીકના ખેતરમાં આવેલા કુવામાં ફેંકી દીધા બાદ કેટલાક અજાણ્યા ઈસમોએ આવીને બાળકનું અપહરણ કરવાનું નાટક કર્યું હતું. દરમિયાન બાળકના સગા-સંબંધીઓએ વિસ્તારમાં બે શખ્સોની શોધખોળ કરી હતી. પરંતુ તેઓ ન મળતા તેઓ તાલુકા મથકે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad Crime : લવ, સેક્સ ઓર ધોકા, પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દુષ્કર્મ ગુજારી પૈસા અને દાગીના પડાવ્યા અને અંતે..

માતા વિરુદ્ધ ફરિયાદ: પોલીસને બાળકની માતા ગાયત્રી પર શંકા ગઈ અને જ્યારે તેઓએ તપાસ કરી તો તેણીએ સમગ્ર ઘટના જણાવી. અને જણાવ્યું હતું કે રોજના ઝઘડાને લઈને તેણે પોતાના જ બાળકને માર મારી તેનું ગળું દબાવ્યું હતું. આ અંગે મૃતક બાળકના પિતા સૂરજ શંકર માળી (23)એ કોપરગાંવ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ફરિયાદ પર આરોપી મૃત બાળકની માતા ગાયત્રી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર દોલતરાવ જાધવના માર્ગદર્શન હેઠળ સબ ઈન્સ્પેક્ટર તુષાર ધાકરાવ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.