ETV Bharat / bharat

માયાવતીએ BJPને લીધી આડેહાથ, 'ડબલ એન્જિન' સરકાર પર કર્યો કટાક્ષ

author img

By

Published : Sep 23, 2021, 1:43 PM IST

બહુજન સમાજવાદી પાર્ટીની ચીફ માયાવતીએ ગુરૂવારના ઉત્તર પ્રદેશને લઇને ભારતીય જનતા પાર્ટી પર મોટો પ્રહાર કર્યો છે. માયાવચીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના 'ડબલ એન્જિનવાળી સરકાર' નિવેદન પર કટાક્ષ કર્યો છે.

માયાવતીએ BJPને લીધી આડેહાથ
માયાવતીએ BJPને લીધી આડેહાથ

  • બસપાના અધ્યક્ષ માયાવતીએ બીજેપીને ઘેરી
  • ભાજપના વિકાસના દાવા પોકળ અને જુમલેબાજી ગણાવ્યા
  • ભાજપથી લોકોનો મોહભંગ થઈ રહ્યો છે: માયાવતી

લખનૌ: ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાં અત્યારે 6 મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આવામાં તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો બીજી તરફ ચૂંટણીથી પહેલા બીએસપી અધ્યક્ષ માયાવતીએ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, ભાજપના વિકાસના દાવા હવાહવાઈ તેમજ જુમલેબાજી સાબિત થઈ રહ્યા છે.

માયાવતીએ ટ્વીટ કરીને કર્યો પ્રહાર

  • 2. यूपी चुनाव से पहले यहाँ भाजपा के विकास के दावों के खोखले होने का पर्दाफाश होने से अब यह पार्टी धार्मिक भावनाओं से खिलवाड़ व हिन्दू-मुस्लिम विवाद आदि के पुराने संकीर्ण मुद्दे पर वापस आ गई है, लेकिन लोग फिर से इनके छलावे में आने वाले नहीं हैं, जो उनके मूड से भी स्पष्ट है।

    — Mayawati (@Mayawati) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીએસપી અધ્યક્ષ તેમજ યુપીની પૂર્વ સીએમ માયાવતીએ ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવા અને વિકાસને લઇને ભાજપા સરકાર પર પ્રહાર કર્યો છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, "યુપીના લોકોની પ્રતિ વ્યક્તિએ આવક યોગ્ય ન વધવા એટલે કે અહીંના કરોડો લોકોના ગરીબ અને પછાત બન્યા રહેવા સંબંધે રિઝર્વ બેંકના તાજા આંકડા એ સાબિત કરે છે કે ભાજપના વિકાસના દાવા હવાહવાઈ અને જુલમેબાજી છે. ઉત્તર પ્રદેશમાં તો આમની ડબલ એન્જિન સરકાર છે તો પણ એવું કેમ છે કે અહીં પ્રતિ વ્યક્તિ આવક સારી રીતે વધી નથી."

ભાજપથી લોકોનો મોહભંગ થઈ રહ્યો છે

માયાવતીએ કહ્યું કે, "યુપીમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા અહીં ભાજપના વિકાસના દાવાઓ પોકળ હોવાનો પર્દાફાશ થવાથી હવે આ પાર્ટી ઝડપથી ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવા પર અને હિંદુ-મુસ્લિમ વિવાદ વગેરેના સંકૂચિત મુદ્દા પર પાછી આવી ગઈ છે." માયાવતીએ કહ્યું કે, "પરંતુ આમને કદાચ ખબર નથી કે લોકો ફરીથી તેમના ભ્રમમાં આવશે નહીં, જે તેમના મૂડથી પણ સ્પષ્ટ છે. ભાજપથી હવે લોકોનો મોહભંગ થઈ રહ્યો છે."

વધુ વાંચો: Mission 2022: પ્રિયંકા ગાંધી UPમાં 10થી વધુ મેગા રેલી સંબોધશે

વધુ વાંચો: 2022ની વિધાનસભા ચૂંટણીમાં UP સહિત 4 રાજ્યોમાં સરકાર બનાવી શકે છે ભાજપ: સર્વે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.