ETV Bharat / bharat

Mathura Junction Accident : મથુરા જંકશનમાં ટ્રેનની બ્રેક ફેઈલ થતાં એન્જિન થાંભલા સાથે અથડાયું, જાનહાની ટળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 11:04 AM IST

મથુરા જંક્શનમાં ટ્રેનની બ્રેક ફેલ થવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે ટ્રેનનું એન્જીન એક થાંભલા સાથે અથડાયું અને ટ્રેન થોભી ગઈ હતી.

Etv Bharat
Etv Bharat

ઉત્તરપ્રદેશ : મથુરા જંકશનના પ્લેટફોર્મ નંબર બે પર મંગળવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી હતી. આગરાથી દિલ્હી જતી શુકરબસ્તી EMU પેસેન્જર ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ પર ચડીને લોખંડના ભારે થાંભલા સાથે અથડાયું હતું. એન્જિનની ટક્કરથી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

ટ્રેન પ્લેટફોર્મ પર ચડી ગઇ : શુકરબસ્તી EMU પેસેન્જર ટ્રેન શનિવારે મોડી રાત્રે મથુરા જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી દિલ્હી જઈ રહી હતી. અચાનક અમુક અંતરે પેસેન્જર ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ. ટ્રેનનું એન્જિન પાટા પરનું સ્લીપર તોડીને પ્લેટફોર્મ નંબર 2 પર ચઢી ગયું હતું અને લોખંડના ભારે થાંભલા સાથે અથડાયું હતું. આ પછી ટ્રેન રોકાઈ ગઈ. મોટી દુર્ઘટના ટળી હતી.

ટ્રેનની બ્રેક થઇ હતી ફેલ : મથુરા જંકશનના પ્લેટફોર્મ નંબર બે પર પેસેન્જર ટ્રેનના એન્જિન બ્રેક ફેલ થવાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળની તપાસ કરી હતી. પેસેન્જર ટ્રેનના એન્જિનની બ્રેક ફેલ થતાં મુસાફરો ટ્રેનના ડબ્બામાં બેસી ગયા હતા. રેલ્વે અધિકારી દ્વારા સ્થળ પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ સ્થળ પર છે. એનડીઆરએફની ટીમ પણ વ્યસ્ત છે.

  1. Somnath to Varanasi Train: સોમનાથથી સીધી જોડાશે કાશી વિશ્વનાથની નગરી, જાણો ક્યારે શરૂ થશે ટ્રેન
  2. Pakistan News:પાકિસ્તાનમાં સર્જાયો ભયાનક ટ્રેન અકસ્માત, 30ના મોત, 100થી વધું ઇજાગ્રસ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.