ETV Bharat / bharat

ITTF એશિયન કપ: મનિકાએ વિશ્વની સાતમા નંબરની ખેલાડીને હરાવી

author img

By

Published : Nov 18, 2022, 1:32 PM IST

ITTF એશિયન કપ: મનિકાએ વિશ્વની સાતમા નંબરની ખેલાડીને હરાવી
ITTF એશિયન કપ: મનિકાએ વિશ્વની સાતમા નંબરની ખેલાડીને હરાવી

મણિકા બત્રાએ ITTF-ATTU એશિયન કપના રાઉન્ડ ઓફ 16માં વિશ્વની સાતમા નંબરની ચીની(manika batra defeats worlds number 7 player ) ખેલાડી ચેન જિંગટોંગને હરાવી દીધી છે.

બેંગકોક: ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ગુરુવારે ITTF-ATTU એશિયન કપના રાઉન્ડ ઓફ 16માં વિશ્વની સાતમા નંબરની ચીની ખેલાડી ચેન જિંગટોંગને હરાવી દીધી હતી.(manika batra defeats worlds number 7 player ) જ્યારે જી સાથિયાન મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો. સ્પર્ધાના પ્રથમ દિવસે રાઉન્ડ ઓફ 16ની મેચમાં વિશ્વની 44માં ક્રમાંકિત ખેલાડી મનિકાએ શ્રેષ્ઠ રમત દર્શાવતા ચીનની ત્રીજી ક્રમાંકિત ખેલાડીને 4-3થી પરાજય આપ્યો હતો.

ખેલાડીને હરાવી: મનિકાને થાઈલેન્ડના દર્શકો તરફથી પૂરો સહયોગ મળી રહ્યો હતો અને આ ભારતીય ખેલાડીએ પણ તેઓને નિરાશ કર્યા ન હતા. તેણે ચીનના ખેલાડીને રોમાંચક મુકાબલામાં 8-11, 11-9, 11-6, 11-6, 9-11, 8-11, 11-9થી પરાજય આપ્યો હતો. તેમણે પ્રેક્ષકોને તેમના પુષ્કળ સમર્થન માટે આભાર માન્યો હતો. મનિકાએ મેચ બાદ કહ્યું, 'હું આ જીતથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં દુનિયાની સાત નંબરની ખેલાડીને હરાવી છે. હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખીશ જેમ હું પહેલા કરતો હતો. હું આગામી મેચોમાં પણ એટલી જ એકાગ્રતા અને જુસ્સા સાથે રમીશ.'

$2250ની ઈનામી રકમ: મણિકા શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 23 નંબરની ખેલાડી તાઇપેની ચેન ત્ઝુ યુ સામે ટકરાશે. આ પહેલા વિશ્વના 39 નંબરના ખેલાડી અને ટોચના ક્રમાંકિત ભારતીય જી સાથિયાનનો જાપાનના પાંચમા ક્રમાંકિત યુકિયા ઉડા સામે 3-4થી પરાજય થયો હતો. જાપાનના ખેલાડીએ 11-9, 11-8, 7-11, 9-11, 11-6, 10-12, 11-6થી જીત મેળવી હોવા છતાં પણ સાથિયાને પ્રથમ બે ગેમમાં પાછળ પડ્યા બાદ હાર માની ન હતી. પ્રથમ રાઉન્ડમાં હારી જવા છતાં સાથિયાનને $2250ની ઈનામી રકમ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.