ETV Bharat / bharat

ઉમર અહમદ ઈલિયાસીએ ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા, રાષ્ટ્રને સમર્પિત જીવન

author img

By

Published : Sep 23, 2022, 1:07 PM IST

RSSના વડા મોહન ભાગવતને મળ્યા બાદ ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડા (All India Imam Organization chief) ઈમામ ઉમૈર અહેમદ ઈલ્યાસીએ મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્રના ઋષિ' (Rashtar Rishi Statement)કહ્યા છે. આ મામલે મૌલાના ઉમર ઇલ્યાસીએ ETV ઇન્ડિયા સાથે વાત કરી હતી. જોકે, એમના આ નિવેદનની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. હકીકત એવી પણ છે કે, આ પહેલા પણ મોહન ભાગવત નવી દિલ્હી ની મુલાકાત કરી ચૂક્યા છે.

ઉમર અહમદ ઈલિયાસીએ ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા, રાષ્ટ્રને સમર્પિત જીવન
ઉમર અહમદ ઈલિયાસીએ ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા, રાષ્ટ્રને સમર્પિત જીવન

નવી દિલ્હી: ગુરુવારે RSSના વડા મોહન ભાગવત સાથે (Mohab Bhagwat New Delhi Visit) મુલાકાત કર્યા પછી, અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ એક મોટું નિવેદન આપી દીધુ છે. જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તેમણે મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' અને 'રાષ્ટ્ર ઋષિ' કહ્યા છે. આ બેઠક ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા મૌલાના ઉમર ઈલ્યાસીના અંગત (All India Imam Organization chief) આમંત્રણ પર થઈ હતી. આ પ્રસંગે મોહન ભાગવતે લગભગ દોઢ કલાક મસ્જિદમાં પસાર કર્યા હતા. ત્યારબાદ તેઓ મસ્જિદથી મદરેસા તાજવીદ-ઉલ-કુરાન ગયા, જ્યાં તેમણે બાળકોને શિક્ષણ વિશે વાત કરી. આ ઉપરાંત તેમણે બાળકોને રાષ્ટ્ર ઉપયોગી શિક્ષણ આપ્યું હતું.

કહીં પે નિગાહે કહી પે નિશાના: આ બેઠક બાદ ઉમૈર અહેમદ ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું. ETV Bharat સાથેની એક ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, હા, આ સમયે મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવામાં ખોટું નથી. તેઓ સંઘ પ્રચારક તરીકે રાષ્ટ્રને સમર્પિત જીવન જીવે છે. હકીકત એ પણ છે કે, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મૌલાના ઉમર ઇલ્યાસીના આ નિવેદનથી નવી ચર્ચા શરૂ થઈ છે. ETV ભારતના સંવાદદાતાએ મૌલાના ઉમર ઇલ્યાસીને ઘણા પ્રશ્નો પૂછ્યા. જેમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમના ચહેરા પર અનાદર સ્પષ્ટ દેખાતો હતો. પ્રશ્ન પૂછવા પર, તેણે ઓકે કહીને ઇન્ટરવ્યુ સમાપ્ત કરી દીધો હતો.

પહેલી વખત મસ્જીદમાં: ઈમામ સંગઠનના વડા ઈમામ ઉમૈર અહેમદે જણાવ્યું હતું કે, તેઓ પહેલી વખત મસ્જીદમાં આવ્યા છે. આ પહેલા તેઓ ક્યારેય આવ્યા નથી. તેમણે મારી સાથે દોઢ કલાકનો સમય પસાર કર્યો. જ્યારે આપણે એકબીજાને ત્યાં આવતા જતા થઈશું ત્યારે એકબીજાને જાણવા તથા નજીક આવવાનો મોકો મળશે. એકબીજા પ્રત્યેની જે ખોટી માન્યતાઓ છે એ પણ સ્પષ્ટ થઈ જશે, એનો પણ નિવેડો આવશે.

આવકાર્ય પગલું: આ એનું પગલું આવકાર્ય છે. એ અમારે ત્યાં આવ્યા એ વાતથી હું ખુશ છું. આ એક પ્રેમની શરૂઆત છે. પ્રેમનો સંદેશો છે. મને એવું લાગે છે કે, આ પ્રેમની જરૂર છે. તેઓ એવું કહે છે કે, અમે રાષ્ટ્રના સંતાન છીએ. પણ મેં કહ્યું કે, તમે રાષ્ટ્રપિતા છે. એનું જીવન પ્રચારક જીવક છે. તેઓ લગ્ન નથી કરતા. તેમણે દેશના નામે પોતાનું જીવન કરી નાંખ્યું છે. રાષ્ટ્ર માટે તેઓ આટલા સમર્પિત છે તો એને કેમ રાષ્ટ્રપિતા ન કહી શકાય. હું એને રાષ્ટ્રપિતા કહું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.