જ્યારે મહાત્મા ગાંધીએ શર્ટ-ટોપી છોડી ધોતી અપનાવી, મદુરાઈ સાથે છે કનેક્શન

author img

By

Published : Sep 18, 2021, 6:12 AM IST

Updated : Sep 18, 2021, 6:49 AM IST

જ્યારે મહાત્મા ગાંધીએ શર્ટ-ટોપી છોડી ધોતી અપનાવી, મદુરાઈ સાથે છે કનેક્શન
જ્યારે મહાત્મા ગાંધીએ શર્ટ-ટોપી છોડી ધોતી અપનાવી, મદુરાઈ સાથે છે કનેક્શન ()

એક સદી પહેલા મહાત્મા ગાંધીએ જ્યારે પરંપરાગત ગુજરાતી પોશાક છોડીને સાદી ધોતી અને શાલ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. પોતડી સાથે મહત્મા ગાંધીનો આ સંબંધ 22 સપ્ટેમ્બર, 1921નો છે. તેમની મદુરાઈ (હવે ચેન્નાઈ તરીકે ઓળખાય છે)ની મુલાકાતે જ તેમને આ પહેરવેશ અપનાવવા માટે પ્રેર્યા હતા અને તેમને 'અર્ધનગ્ન ફકીર' તરીકે ઓળખવામાં આવ્યા.

ચેન્નાઈ: બ્રિટિશર વિન્સ્ટન ચર્ચિલ દ્વારા મહાત્મા ગાંધીને 'અર્ધનગ્ન ફકીર' કહેવામાં આવ્યા હતા, જે તેમના પોશાકથી અભિભૂત થઈ ગયા હતા. એક સદી પહેલા મહાત્મા ગાંધીએ જ્યારે પરંપરાગત ગુજરાતી પોશાક છોડીને સાદી ધોતી અને શાલ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. પોતડી અપનાવવાનો મહાત્મા ગાંધીનો આ નિર્ણય 22 સપ્ટેમ્બર, 1921નો છે. તેમની મદુરાઈ (હવે ચેન્નાઈ તરીકે ઓળખાય છે)ની મુલાકાતે જ તેમને આ પહેરવેશ અપનાવવા માટે પ્રેર્યા હતા. ખાદી ક્રાફ્ટ બૉર્ડ ગાંધીના પરિવર્તન માટેનું આયકન બની ગયું હતું. તેઓ એ વિચારથી હચમચી ગયા હતા કે જો તેઓ ગરીબોથી અલગ દેખાતા હોય તો તેઓ ગરીબો સાથે પોતાની જાતને કઈ રીતે જોડી શકશે?

જ્યારે મહાત્મા ગાંધીએ શર્ટ-ટોપી છોડી ધોતી અપનાવી,

ગાંધીજીએ કહ્યું હતું કે, “મેં મારા જીવનકાળ દરમિયાન કરેલા તમામ ફેરફારો મહત્ત્વના પ્રસંગો દ્વારા પ્રભાવિત થઈને કર્યા છે, અને તે એટલા ઊંડા વિચાર -વિમર્શ પછી કરવામાં આવ્યા છે કે મને ભાગ્યે જ ખેદ થયો છે. અને મેં એ કારણે કર્યું કે હું તેવું કરવામાં મદદ કરી શકતો નહોતો. મારા પહેરવેશમાં આમૂલ પરિવર્તન પણ આવું જ છે, હું મદુરાઈમાં આ માટે પ્રભાવિત થયો હતો.”

મદ્રાસથી ટ્રેન મુસાફરીમાં જ તેમણે સામાન્ય લોકો સાથે વાતચીત કરી હતી. જ્યારે તેમને ખાદી માટે વિનંતી કરવામાં આવી, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે "અમે ખાદી ખરીદવા માટે ખૂબ ગરીબ છીએ અને તે ખૂબ જ મોંઘી છે." "મારી પાસે મારી વેસ્ટ, ટોપી અને સંપૂર્ણ ધોતી હતી. આ ફક્ત અડધું સત્ય હતું. લાખો પુરુષો ફક્ત 4 ઈંચ પહોળી અને લગભગ અનેક ફૂટ લાંબી પોતડી પહેરીને અર્ધનગ્ન હાલતમાં રહેતા હતા. હું તેમનું શું પ્રભાવશાળી જવાબ આપું, જ્યાં સુધી કે ખુદ દરેક ઇંચના કપડાને હટાવી ન દઉ અને ગરીબ તબકા સાથે જોડું નહીં, અને આવું મેં બીજી જ સવારે કર્યું."

ગાંધીજીએ જ્યારે 22 સપ્ટેમ્બર, 2021ના બહાર પગ મૂક્યો ત્યારે તેમણે સાધારણ ધોતી અને શાલ પહેર્યા હતા. તેઓ મદુરાઇમાં વેસ્ટ મસી સ્ટ્રીટ પર અનુયાયીના ઘર (દરવાજા નં. 251)ના ઉપરના ભાગમાં રોકાયા હતા. તેઓ રામંદ અને આગળ તિરુનેલવેલી જતા હતા ત્યારે નવા ડ્રેસ કોડમાં જોવા મળ્યા. એ જ ઘર પર અત્યારે ખાદી ક્રાફ્ટ બૉર્ડ છે! જ્યાં તેઓ પહેલીવાર જાહેરમાં કમર સુધીના પોશાકમાં જોવા મળ્યા તેને 'ગાંધી પોટ્ટલ' (ખુલ્લું મેદાન) કહેવામાં આવે છે. મદુરાઇમાં ગાંધીજીની પ્રતિમા એ જ કામરાજ રોડ પર અલંકાર થિયેટરમાં સ્થાપિત કરવામાં આવી છે જ્યાં તેઓ પ્રથમ વખત કમર સુધીના વસ્ત્રો સાથે જાહેરમાં દેખાયા હતા.

એક રસપ્રદ કિસ્સો છે, જે પ્રમાણે ગાંધીજીને બકિંગહામ પેલેસમાં બપોરે ચા માટે કિંગ જ્યોર્જ અને તમામ ભારતીય પ્રતિનિધિઓ દ્વારા ગોળમેજી પરિષદમાં આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. ગાંધીજીનો ગરીબ માણસ જેવો પહેરવેશ કોર્ટના શિષ્ટાચાર વિરુદ્ધ હતો. તેઓ કિંગને મળવા માટે કપડા ન બદલવાના પોતાના વલણ પર અડગ રહ્યા. તેમની પ્રખ્યાત ટિપ્પણી "કિંગ પાસે અમારા બંને માટે પુરતુ હતું " જે અહીં પર બનાવવામાં આવ્યું હતું. તેમનું વલણ હતું કે બ્રિટનના કારણે ભારતીય ગરીબો હજુ અર્ધનગ્ન છે. બ્રિટિશ શોષણ સામે ગાંધીનું રાજકીય નિવેદન મદુરાઈથી શરૂ થયું. યુવાનોના મગજમાં કમર સુધી કપડાં પહેરેલા ગાંધીજીની તસવીરોએ છાપ પાડી અને તેથી બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય સીમાચિહ્નરૂપ બન્યો હતો.

Last Updated :Sep 18, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.