ETV Bharat / bharat

Mahatma Gandhi 75th Death anniversary: આજે મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jan 30, 2023, 1:04 PM IST

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ પર દેશ તેમને (Mahatma Gandhi 75th Death anniversary) આદરપૂર્વક યાદ કરે છે. વર્ષ 1948માં આ દિવસે બાપુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓએ રાજઘાટ પર જઇને બાપુને નમન કર્યા હતા. અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.

Mahatma Gandhi 75th Death anniversary: આજે મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Mahatma Gandhi 75th Death anniversary: આજે મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓએ રાજઘાટ પર જઇને બાપુને નમન કર્યા હતા. અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસે બાપુને શાંતી મળે તે માટે રાજઘાટ ખાતે બાપુની સમાધિ ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતાની પુણ્યતિથિ પર સમગ્ર દેશ તેમને નમન કરે છે. આ પહેલા રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને અન્ય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો Untold Tales: ઈંગ્લેન્ડથી વકીલાત કરવાવાળા ગાંધીજી અહિંસાના પૂજારી કેવી રીતે બન્યા?

મહાત્મા ગાંધી ગુજરાત: બાપુનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. વર્ષ 1915માં જ મહાત્મા ગાંધીએ ગુજરાતના અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. આ પછી બાપુએ દેશની આઝાદી માટે મીઠું, અસહકાર, આજ્ઞાભંગ અને ભારત છોડો આંદોલન ચલાવ્યું. તેમની દાંડી કૂચ આજે પણ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ તેમના તમામ આંદોલનોમાં અહિંસાનો પરિચય આપ્યો હતો. તેમના વિચારોમાં હિંસા માટે કોઈ સ્થાન ન હતું અને તેઓ હંમેશા હિંસા વિરુદ્ધ હતા. તેમના વિચારો અને ચળવળો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો. જો કે તેમની સાથે ધણા લોકોએ પણ બલીદાન આપ્યું હતું અને દેશને આઝાદ કર્યો હતો.

  • I bow to Bapu on his Punya Tithi and recall his profound thoughts. I also pay homage to all those who have been martyred in the service of our nation. Their sacrifices will never be forgotten and will keep strengthening our resolve to work for a developed India.

    — Narendra Modi (@narendramodi) January 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો Gandhi Jayanti 2022 : PM મોદીથી લઈને તમામ નેતાઓએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

મોદીએ કર્યું ટ્વિટ: આ પ્રસંગે મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના વિચારોને યાદ કરું છું. દેશની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમના બલિદાનને ક્યારેય ભૂલવામાં આવશે નહીં અને વિકસિત ભારત માટે કામ કરવાના અમારા સંકલ્પને મજબૂત બનાવતા રહેશે.

બાપુની હત્યા: 30 જાન્યુઆરી, 1948ના રોજ નથુરામ ગોડસેએ બાપુની ગોળી મારીને હત્યા કરી હતી. બાપુને ત્રણ વખત ગોળી વાગી હતી, જે બાદ તેમના અંતિમ શ્વાસ પહેલા તેમના અંતિમ શબ્દો હતા 'હે રામ'. આ ઘટના બની ત્યારે તે પ્રાર્થના સભામાં ભાગ લેવા જઈ રહ્યો હતો. ત્યારબાદ તેના પર ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. નાથુરામ ગોડસે અને હિંદુ મહાસભાના સભ્ય નારાયણ આપ્ટેને 15 નવેમ્બર 1949ના રોજ અંબાલા જેલમાં તેમની હત્યા માટે ફાંસી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.