ETV Bharat / bharat

Uddhav Thakeray Resign: ઉદ્ધવ ઠાકરેએ આપ્યુ રાજીનામું, વિધાનસભામાં પણ નહી આવે

author img

By

Published : Jun 29, 2022, 9:30 PM IST

Updated : Jun 29, 2022, 10:01 PM IST

મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું (Uddhav Thakeray Resign) આપી દેતા દ્રશ્ય સાફ થઈ ગયુ છે. સાથે વિધાનસભા પદ પરથી પણ રાજીનામું આપી દેતા સવાલો ઊભા થયા છે.

Uddhav Thakeray Resign: ઉદ્ધવ ઠાકરેએ આપ્યુ રાજીનામું, વિધાનસભામાં પણ નહી આવે
Uddhav Thakeray Resign: ઉદ્ધવ ઠાકરેએ આપ્યુ રાજીનામું, વિધાનસભામાં પણ નહી આવે

મહારાષ્ટ્ર: સંકટમાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને (Maharastra floor test) લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav thakeray big trouble) માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. જેથી ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી દેતા (Uddhav Thakeray Resign) દ્રશ્ય સાફ થઈ ગયુ છે. સાથે વિધાનસભા પદ પરથી પણ રાજીનામું આપી દેતા સવાલો ઊભા થયા છે.

  • मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांचा जनतेशी संवाद - LIVE https://t.co/ogsYKE1vvk

    — CMO Maharashtra (@CMOMaharashtra) June 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શિંદે જૂથ વતી નીરજ કિશન: આ સમગ્ર મામલામાં શિવસેના (Shivsena for floor test) તરફથી અભિષેક મનુ સિંઘવીને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે શિંદે જૂથ વતી નીરજ કિશન કૌલે કોર્ટમાં પોતાની દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તેમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણકારી મળી. જ્યાં સુધી ધારાસભ્યોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં.

આ પણ વાંચો: અદભૂત: વિશ્વનો સૌથી મોટો તાનપુરા અહીં આવેલો છે...

સુપ્રીમ કોર્ટનો સવાલ, સિંઘવીનો જવાબ: પરંતુ અભિષેક મનુ સિંઘવીની દલીલ પર સુપ્રીમ કોર્ટે પ્રશ્ન પૂછ્યો કે શું ફ્લોર ટેસ્ટ માટે કોઈ ન્યૂનતમ સમય છે? શું બંધારણમાં એવું લખ્યું છે કે ફ્લોર ટેસ્ટ થાય તો સરકાર બદલાય તો ફરી ફ્લોર ટેસ્ટ ન થઈ શકે?

આ પણ વાંચો: 5 ધારાસભ્યો નહી પણ કુતરા સુતેલા હતા: આપનું સરવૈયુ કરતી બીજેપી

કોર્ટે એવો સવાલ પણ પૂછ્યો હતો કે, જો સ્થિતિ બદલાય તો શું 10 કે 15 દિવસમાં ફરીથી બહુમત પરીક્ષણ ન થઈ શકે? બંધારણમાં આ અંગે શું જોગવાઈ છે? તેના પર સિંઘવીએ કહ્યું કે બહુમત જાણવા માટે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે. કોણ વોટ આપવા લાયક છે અને કોણ નથી તેની અવગણના કરી શકાય નહીં. સ્પીકરના નિર્ણય પહેલા વોટિંગ ન થવું જોઈએ. તેમના નિર્ણય બાદ ગૃહના સભ્યોની સંખ્યામાં ફેરફાર થશે.

Last Updated : Jun 29, 2022, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.