ETV Bharat / bharat

Loss of Malayalam Film Industry: મલયાલમ ફિલ્મોના ગીતકાર પૂવાચલ ખાદરનું કોરોનાથી નિધન

author img

By

Published : Jun 22, 2021, 11:48 AM IST

કોરોનાના કારણે અનેક કલાકારો અને દિગ્ગજ વ્યક્તિના નિધન થયા છે. ત્યારે હવે આ યાદીમાં મલયાલમ ફિલ્મોના ગીતકાર પૂવાચલ ખાદર (Puvachal Khadar)નું નિધન થયું છે. આ સાથે જ મલયાલમ ફિલ્મ ઉદ્યોગ (Malayalam Film Industry)ને આજે એક મોટી ખોટ પડી (Loss of Malayalam Film Industry) છે. કારણ કે, મલયાલમ ફિલ્મના લોકપ્રિય ગીતકાર 72 વર્ષીય પૂવાચલ ખાદર (Puvachal Khadar) કોરોના સંક્રમિત હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી.

Loss of Malayalam Film Industry: મલયાલમ ફિલ્મોના ગીતકાર પૂવાચલ ખાદરનું કોરોનાથી નિધન
Loss of Malayalam Film Industry: મલયાલમ ફિલ્મોના ગીતકાર પૂવાચલ ખાદરનું કોરોનાથી નિધન

  • મલયાલમ ફિલ્મ ઉદ્યોગને આજે મોટી ખોટ પડી (Loss of Malayalam Film Industry)
  • મલયાલમ ફિલ્મના લોકપ્રિય ગીતકાર (Lyricist) 72 વર્ષીય પૂવાચલ ખાદર (Puvachal Khadar)નું કોરોનાથી નિધન
  • પૂવાચલ ખાદર કોરોના સંક્રમિત હોવાથી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ (Government Medical College Hospital)માં દાખલ હતા

તિરૂવનંતપૂરમઃ મલયાલમ ફિલ્મો (Malayalam Film Industry)ના લોકપ્રિયા ગીતકાર પૂવાચલ ખાદરનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હોવાથી તેમને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ (Government Medical College Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમનું નિધન થયું છે. પારિવારિક સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. મંગળવારે અડધી રાત્રે તેમને હૃદયરોગનો હુમલો (Heart attack) આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

આ પણ વાંચો- ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનુું કોરોનાથી નિધન

પૂવાચલ વર્ષ 2011 સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતા

પૂવાચલ ખાદરે (Puvachal Khadar) ચાર દાયકાથી વધારેની કારકિર્દીમાં 400થી વધુ મલયાલમ ફિલ્મો માટે ગીત લખ્યા હતા. લગભગ 1,500 ગીતોમાંથી કેટલાક ગીત તો અમર હિટ છે. તેઓ રાજધાની ઉપનગર પૂવાચલ (Puvachal)ના રહેવાસી હતા. વર્ષ 1973માં તેમણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ (Malayalam Film Industry)માં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ તેઓ વર્ષ 2011 સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતા.

આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર સુદર્શન પટનાયકે મિલ્ખા સિંહને આપી અનોખી શ્રદ્ધાજંલી

મુખ્યપ્રધાને શોક વ્યક્ત કર્યો

મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને (Chief Minister Pinarayi Vijayan) ખાદરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જતેને રાજ્યના સામાજિક પરિવેશ માટે એક મોટી ખોટ ગણાવી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, તેમને એટલે યાદ કરાશે કેમ કે તેમણે ફિલ્મ ઉદ્યોગ માટે સૌથી વધારે ગીત લખ્યા છે. રાજ્યના દરેક પ્રમુખ સંગીતકાર અને ગાયકે પણ તેમના ગીતોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટી હિટ નિર્માતાઓ સાથે કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.