ETV Bharat / bharat

Loksabha Election 2024: ખડગેએ લોકસભાની બેઠક ફાવળણી મુદ્દે કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 6:38 PM IST

મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીની બેઠક ફાવળણી મુદ્દે કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી
મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીની બેઠક ફાવળણી મુદ્દે કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી

લોકસભા ચૂંટણી સંદર્ભે દરેક પક્ષ સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે દેશના કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં બેઠકોની ફાળવણી મુદ્દે ચર્ચા થઈ હતી. Loksabha Election 2024 Mallikarjun Khadge discussion with Congress Leaders

નવી દિલ્હીઃ પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં બેઠક ફાળવણી મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠક કરી હતી. જેમાં દેશભરના કૉંગ્રેસના મોટા નેતાઓ સામેલ થયા હતા. એઆઈસીસીના દરેક રાજ્ય પ્રભારી, રાજ્ય પ્રમુખ, સીએલપી નેતા સ્ટ્રેટેજી માટે એકત્ર થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક અગાઉ ખડગે દ્વારા બેઠક ફાળવણી પર એક રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યો હતો. જો કે પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં હજૂ પણ થોડીક અસ્પષ્ટતા છે. કૉંગ્રેસને આપ, સપા અને ટીએમસી જેવી વિવાદાસ્પદ સહયોગી પાર્ટી સાથે મેળ રાખવો પડશે.

પાર્ટીના આંતરિક સૂત્રો અનુસાર, દિલ્હી અને પંજાબ બંને રાજ્યોમાં સ્થાનિક કૉંગ્રેસ આપ સાથે ગઠબંધનના વિરોધમાં છે. પંજાબમાં કૉંગ્રેસ સાંસદ ભાજપ અને તેના પૂર્વ સહયોગી શિઅદને એક સાથે રોકવા માટે આપની સાથે બેઠક ફાળવણી વ્યવસ્થામાં પક્ષ લાગેલો છે.

કૉંગ્રેસ સાંસદોએ ગઠબંધન પેનલને જણાવ્યું કે અકાલી દલ 3 ખેડૂત વિરોધી કાયદાને લઈને એડીએથી બહાર થઈ ગયું હતું, જો કે લોકસભા ચૂંટણીની પહેલા ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. પંજાબની કુલ 13 લોકસભા બેઠકોમાં 8 પર કૉંગ્રેસનો કબ્જો છે અને બાકીની 5 બેઠકો આપ છોડી શકે છે. દિલ્હીમાં દરેક 7 લોકસભા બેઠકો ભાજપ પાસે છે પરંતુ ગઠબંધનમાં કૉંગ્રેસને 3થી 4 બેઠકો મળશે કે નહિ તે સ્પષ્ટ નથી.

પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ-એમ સાથે પોતાનું ગઠબંધન યથાવત રાખવા કૉંગ્રેસ ઈચ્છે છે. ટીએમસી સાથે કોઈ સમજૂતિ કરવાના વિરોધમાં છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી જૂની પાર્ટીઓના નેતાને ખરીદવાનું કામ કરે છે અને કાર્યકર્તાઓને નિશાન બનાવી રહી છે.

દિલ્હીની જેમ પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને સીપીઆઈ એમ બંનેને એકપણ બેઠક મળી નહતી. પાર્ટીના આંતરિક સૂત્ર અનુસાર રાજ્યના નેતાઓને ગઠબંધન પેનલથી કહ્યુ કે જો કૉંગ્રેસને પશ્ચિમ બંગાળની કુલ 42માંથી 7થી 8 બેઠકો મળી શકે છે. જ્યારે સમિતિ બેઠક ફાળવણીની વાતચીત પર આગળ વધી શકે છે, અન્યથા સીપીઆઈ-એમની સાથે રહેવું બહેતર રહેશે.

ઉત્તર પ્રદેશમાં જ્યાં સંગઠનાત્મક તાકાત કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય રહ્યો છે, રાજ્યના નેતાઓ ગઠબંધન પેનલ સમક્ષ સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. રાજ્ય પ્રમુખ યૂપી જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા હતા. જે રાજ્યના પશ્ચિમી ભાગોમાંથી નીકળીને 6 જાન્યુઆરીએ લખનઉમાં સમાપ્ત થશે.

યુપી પ્રભારી અવિનાશ પાંડે 6 જાન્યુઆરીના રોજ યાત્રા પૂરી થયા બાદ સમાપન કાર્યક્રમમાં સામેલ થશે. રાજ્યના નેતાઓ સાથે બેઠક ફાળવણીની સંભાવના પર ચર્ચા કરશે. એઆઈસીસીના વરિષ્ઠ પદાધિકારીઓએ કહ્યું કે, અમે ગઠબંધન પર બને તેટલો સત્વરે ફેંસલો કરીએ તે જ બહેતર છે. સમસ્યા એ છે કે સપા અને બસપા બંને પોતાની સાથે લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે જેના માટે તેઓ તૈયાર નથી.

  1. મલ્લિકાર્જુન ખડગે 4 જાન્યુઆરીએ કોંગ્રેસ 2024 મેનિફેસ્ટો પેનલની બેઠકની અધ્યક્ષતા કરશે
  2. Khadge on Assembly Elections 2023: મલ્લિકાર્જુન ખડગેએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ જીતવાનો દાવો કર્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.