ETV Bharat / bharat

દિલ્હી સરકારની એક્સાઈઝ પોલીસી પર બબાલ, LGએ કરી CBI તપાસની માંગ

author img

By

Published : Jul 22, 2022, 2:54 PM IST

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ (Lieutenant Governor Vinai Kumar Saxena) રાજધાનીમાં દિલ્હી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી આબકારી નીતિ અંગે CBI તપાસનો (LG recommends CBI probe) આદેશ આપ્યો છે. એવો આરોપ છે કે દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરવામાં નિયમોની અવગણના કરી છે.

દિલ્હી સરકારની એક્સાઈઝ પોલીસી પર બબાલ, LGએ કરી CBI તપાસની માંગ
દિલ્હી સરકારની એક્સાઈઝ પોલીસી પર બબાલ, LGએ કરી CBI તપાસની માંગ

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ (Lieutenant Governor Vinai Kumar Saxena) દિલ્હી સરકારની (LG recommends CBI probe) નવી એક્સાઈઝ નીતિ સામે CBI તપાસના આદેશ આપ્યા છે. નવી આબકારી નીતિમાં નિયમોની અવગણના કરીને ટેન્ડરો અપાયા હોવાનો આક્ષેપ છે. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ LG વિનય કુમાર સક્સેનાએ આ પગલું ભર્યું છે. ગયા વર્ષે, દિલ્હી સરકારે દારૂના (Kejriwal govt’s liquor policy) વેચાણ માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ નીતિ હેઠળ તમામ દારૂની દુકાનોના લાયસન્સ (excise department Delhi) રદ્દ કરી દેવાયા હતા. સરકારી દારૂની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કેરળમાં છોકરીઓનું 'લેપ' ટોપ પ્રદર્શન, મોરલ પોલીસિંગનો વિરોધ

વિપક્ષના સવાલઃ નવી નીતિ સાથે ખાનગી ઓપરેટરોને નવા ટેન્ડર બહાર પાડીને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. દિલ્હી ભાજપના નેતાઓ આ મામલે અનેકવાર પ્રદર્શન કરી ચુક્યા છે. જોકે, હવે આ મામલે રાજકારણ ગરમાય એવું લાગી રહ્યું છે. નવી આબકારી નીતિ હેઠળ દરેક વોર્ડમાં ચાર દારૂની દુકાનો ખોલવાનો ઉલ્લેખ હતો, આ અંતર્ગત જે વિસ્તારોમાં દારૂની દુકાનો ખુલી ત્યાંના સ્થાનિક લોકોએ પણ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

મહિલાઓનો વિરોધઃ હજુ પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મહિલાઓ નવી નીતિ હેઠળ ખુલેલી દારૂની દુકાનોનો વિરોધ કરી રહી છે. જ્યારે મામલો લેફ્ટનન્ટ ગવર્નર સુધી પહોંચ્યો ત્યારે હવે લેફ્ટનન્ટ ગવર્નરે તેની CBI તપાસના આદેશ આપ્યા છે. દિલ્હીમાં ભાજપ તેનો વિરોધ કરી રહ્યું છે. નવી આબકારી નીતિ અને નવા કોન્ટ્રાક્ટ ધારાધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમ કહી પાર્ટી વિરોધ કરી રહી છે.

આ પણ વાંચોઃ Presidential election 2022: કોણ છે કૉંગ્રેસના 'વિભીષણો' જેમણે કર્યું ક્રોસ વોટિંગ...

એક્સાઈઝ પોલીસી મુદ્દોઃ દિલ્હી સરકારે ગયા વર્ષે તારીખ 17 નવેમ્બરે નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરી છે. આ પોલિસી હેઠળ સમગ્ર શહેરમાં 849 દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 600 જેટલી દારૂની દુકાનો ખોલવામાં આવી છે. આ તમામ નવી ખુલેલી દારૂની દુકાનોની યાદી આબકારી વિભાગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. દિલ્હી સરકારની નવી આબકારી નીતિ હેઠળ, સમગ્ર શહેરમાં દારૂનો કારોબાર હવે ખાનગી ક્ષેત્રના વેપારીઓને સોંપવામાં આવ્યો છે. જ્યાં તે ઓછામાં ઓછા 500 ચોરસ મીટરના વિસ્તારમાં મોટા અને આકર્ષક કોન્ટ્રાક્ટ બનાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.