ETV Bharat / bharat

Plane Crashes In Nepal : નેપાળના પ્લેનના કાટમાળમાંથી મળ્યા 21 મૃતદેહો

author img

By

Published : May 31, 2022, 2:46 PM IST

Plane Crashes In Nepal : નેપાળના પ્લેનના કાટમાળમાંથી 21 મૃતદેહો મળ્યા
Plane Crashes In Nepal : નેપાળના પ્લેનના કાટમાળમાંથી 21 મૃતદેહો મળ્યા

રવિવારે પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં ક્રેશ થયેલા તારા એર પ્લેનના (Plane Crashes In Nepal) કાટમાળમાંથી 21 મૃતદેહો (21 Bodies Found From Rubble) મળી આવ્યા હતા. મૃતદેહો મળ્યાના એક દિવસ પછી નેપાળના સત્તાવાળાઓએ છેલ્લા એકને પુનઃપ્રાપ્ત કરવા માટે મંગળવારે તેમનું સર્ચ ઓપરેશન ફરી શરૂ કર્યું છે.

કાઠમંડુ: નેપાળ સેનાએ મંગળવારે કહ્યું કે, તેણે રવિવારે નેપાળના પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત તારા એર વિમાનના (Plane Crashes In Nepal) કાટમાળના સ્થળેથી મૃતદેહો મેળવ્યા છે, જેમાં 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા. રવિવારે પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં ક્રેશ થયેલા તારા એર પ્લેનના કાટમાળમાંથી 21 મૃતદેહો (21 Bodies Found From Rubble) મળી આવ્યા હતા. મૃતદેહો મળ્યાના એક દિવસ પછી નેપાળના સત્તાવાળાઓએ છેલ્લા એકને પુનઃપ્રાપ્ત કરવા માટે મંગળવારે તેમનું સર્ચ ઓપરેશન ફરી શરૂ કર્યું.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે

ક્રેશ સાઇટ પરથી 21 મૃતદેહો બહાર કાઢ્યા : નેપાળ આર્મીના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ નારાયણ સિલવાલે ટ્વીટ કર્યું કે, "છેલ્લો મૃતદેહ મળી આવ્યો છે. બાકીના 12 મૃતદેહોને અકસ્માત સ્થળેથી કાઠમંડુ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે." સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારની રાત સુધીમાં રેસ્ક્યૂ ટીમોએ ક્રેશ સાઇટ પરથી 21 મૃતદેહો બહાર કાઢ્યા છે.

પ્લેનમાં 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા : અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓએ છેલ્લા મૃતદેહને મેળવવા માટે તેમનું સર્ચ ઓપરેશન ફરી શરૂ કર્યું છે. ટર્બોપ્રોપ ટ્વીન ઓટર 9N-AET એરક્રાફ્ટ રવિવારે સવારે નેપાળના પર્વતીય વિસ્તારમાં ગુમ થયું હતું. કેનેડિયન નિર્મિત વિમાન પોખરાથી મધ્ય નેપાળના લોકપ્રિય પર્યટન શહેર જોમસોમ તરફ ઉડી રહ્યું હતું, જેમાં 4 ભારતીય, 2 જર્મન અને 13 નેપાળી મુસાફરો ઉપરાંત 3 સભ્યોના નેપાળી ક્રૂ હતા.

તપાસ પંચની રચના કરી : CAAN એ સોમવારે જણાવ્યું હતું કે, 10 મૃતદેહો કાઠમંડુ લાવવામાં આવ્યા હતા, જ્યારે 11 મૃતદેહોને બેઝ કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી બચાવ કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ વિમાન દુર્ઘટનામાં ક્રૂ અને મુસાફરોના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. સરકારે તારા એર પ્લેન દુર્ઘટનાના કારણો શોધવા માટે વરિષ્ઠ એરોનોટિકલ એન્જિનિયર રતિશ ચંદ્ર લાલ સુમનના નેતૃત્વમાં 5 સભ્યોના તપાસ પંચની રચના કરી છે.

આ પણ વાંચો: આ 8 રાજ્યોને ટૂંક જ સમયમાં ગરમીમાંથી મળશે છૂટકારો

તારા એરનું વિમાન ક્રેશ: અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે તારા એર પ્લેન દુર્ઘટનાનું કારણ શોધવા માટે વરિષ્ઠ એરોનોટિકલ એન્જિનિયર રતિશ ચંદ્ર લાલ સુમનના નેતૃત્વમાં 5 સભ્યોના તપાસ પંચની રચના કરી છે. CAAના મહાનિર્દેશક પ્રદીપ અધિકારીએ સોમવારે સંસદની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખરાબ હવામાનને કારણે પ્લેન ડાબે વળવાને બદલે જમણે વળાંક લેતા ક્રેશ થયું હતું. પ્લેનનો કાટમાળ સોમવારે સવારે જોમસોમ એરપોર્ટથી આઠ નોટિકલ માઈલ દૂર મુસ્તાંગ જિલ્લાના થાસાંગ ગ્રામીણ નગરપાલિકા 2 ખાતેથી મળી આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.