ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનના કારણે 16 લોકોના મોત, આજે વધુ 2 મૃતદેહ મળ્યા

author img

By

Published : Aug 13, 2021, 12:20 PM IST

હિમાચલ પ્રદેશના કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલન (Landslide) થવાના કારણે 16 લોકોના મોત થયા છે. અહીં આજે સતત ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) ચાલી રહ્યું છે. તે દરમિયાન વધુ 2 મૃતદેહ મળ્યા છે. જોકે, ભૂસ્ખલન (Landslide)માં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • હિમાચલ પ્રદેશના કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલનના (Landslide) કારણે 16 લોકોના મોત
  • કિન્નૌરમાં આજે સતત ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) ચાલી રહ્યું છે
  • આજે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) દરમિયાન વધુ 2 મૃતદેહ મળ્યા

કિન્નૌરઃ જનજાતીય જિલ્લા કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલન (Landslide) થવાના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે. જ્યારે ત્રીજા દિવસે સવારે 4 વાગ્યાથી રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation ચાલી રહ્યું છે. આજે સવારે વધુ 2 મૃતદેહ મળ્યા છે. આ પહેલા ગુરૂવારે વધુ 4 અને બુધવારે 10 મૃતદેહ મળ્યા હતા. આ ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 2 લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે. જોકે, હજી પણ અનેક લોકો ગુમ છે. ગુરૂવારે મુખ્યપ્રધાન જયરામ ઠાકુર (Chief Minister Jairam Thakur) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો- હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, વાહનો સાથે 40 લોકો દબાયા

મુખ્યપ્રધાને આ મામલાની સંબંધિત જાણકારી ગૃહમાં રજૂ કરી

કિન્નૌરથી શિમલા પરત ફર્યા પછી ગુરૂવારે મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે (Chief Minister Jairam Thakur ) આ મામલાને સંબંધિત જાણકારી ગૃહમાં આપી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, પહાડી વિસ્તારમાં સતત પથ્થર પડવાના કારણે ગુરૂવારે રો-સર્ચ ઓપરેશનને રોકી દેવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને ગૃહમાં કહ્યું હતું કે, આ ઘટના થવા પછી તરત ત્યાં જવાનું મન હતું, પરંતુ ખરાબ વાતાવરણના કારણે ન જઈ શક્યો. તો ધારાસભ્ય કિન્નૌર જગતસિંહ નેગી (MLA Kinnaur Jagat Singh Negi) અને કિન્નૌરના પૂર્વ ધારાસભ્ય તેજવંત સિંહ નેગી (Former MLA of Kinnaur Tejwant Singh Negi) પણ રાજ્યના મુખ્યપ્રધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા

રાષ્ટ્રીય ઉચ્ચમાર્ગ-5માં ફરી શરૂ કરી દેવાયો

ડીસી કિન્નૌર આબિદ હુસૈને (DC Kinnaur Abid Hussain) જણાવ્યું હતું કે, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. હોમગાર્ડ, ITBPના જવાન રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા છે. તો ઘટનાસ્થળે NDRFની ટીમ પણ હાજર છે. આ સાથે જ રાષ્ટ્રીય ઉચ્ચમાર્ગ-5માં ફરી શરૂ કરી દેવાયો છે. આપને જણાવી દઈએ કે, જિલ્લા કિન્નૌરમાં આ પહેલા ગયા મહિનામાં બટસેરીમાં ભૂસ્ખલનમાં પણ 9 પ્રવાસીઓનું મોત થયું હતું. હવે નિગુલસારીમાં ભૂસ્ખલન થયું છે અને હજી પણ જવાનો દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.