ETV Bharat / bharat

Land For Job Scam: લાલુ યાદવના પરિવારને થઈ રાહત, રાબડી સહિત તમામ આરોપીઓને મળ્યા જામીન

author img

By

Published : Mar 15, 2023, 3:58 PM IST

લાલુ પ્રસાદ યાદવ પત્ની અને પુત્રી સાથે સુનાવણી માટે કોર્ટ પહોંચ્યા હતા. સીબીઆઈએ સુનાવણી દરમિયાન જામીનનો વિરોધ કર્યો નથી. લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીને બુધવારે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં રાઉસ એવન્યુ કોર્ટે જામીન આપ્યા છે.

Land for job scam: લાલુ યાદવના પરિવારને થઈ રાહત, રાબડી સહિત તમામ આરોપીઓને મળ્યા જામીન
Land for job scam: લાલુ યાદવના પરિવારને થઈ રાહત, રાબડી સહિત તમામ આરોપીઓને મળ્યા જામીન

નવી દિલ્હી: લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી નોકરી કૌભાંડના કેસમાં બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકારી લીધી છે. 21 ફેબ્રુઆરીએ કોર્ટે આ કેસમાં 16 લોકોને સમન્સ જારી કરીને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ લાલુ પ્રસાદ યાદવ બુધવારે પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા સાથે કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યસભા સાંસદ મનોજ ઝા પણ કોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Haryana News: HIV પોઝીટીવ પતિ તેને શારિરિક સંબંધ માટે મજબૂર કરતો, પત્ની રક્ષણ માટે પહોંચી કોર્ટ

આરોપીઓને બોન્ડ પર જામીન મળ્યા: લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતીના વતી હાજર રહેલા વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. મોટી વાત એ છે કે સીબીઆઈએ કોઈપણ જામીન અરજીનો વિરોધ કર્યો નથી. જે બાદ કોર્ટે તમામ આરોપીઓને ₹50000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. સ્પેશિયલ સીબીઆઈ જજ ગીતાંજલિ ગોયલે પોતાના આદેશમાં કહ્યું કે સીબીઆઈએ આરોપીઓની ધરપકડ કર્યા વગર જ ચાર્જશીટ દાખલ કરી છે. આવી સ્થિતિમાં તેની ફરી ધરપકડ કરવાની જરૂર નથી. કોર્ટે જામીન અરજી સ્વીકારી અને તમામ આરોપીઓને જામીન આપવામાં આવ્યા. કોર્ટ હવે આ મામલે 29 માર્ચે સુનાવણી કરશે.

સુપ્રીમો વ્હીલ ચેર પર બેસીને કોર્ટમાં આવ્યા: બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચેલા લાલુ યાદવ મીડિયાની નજરથી બચવા માટે કોર્ટ ખુલે તે પહેલા જ કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. સ્પેશિયલ સીબીઆઈ જજ ગીતાંજલિ ગોયલની કોર્ટમાં સવારે 11 વાગ્યે જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સૌથી પહેલા તમામ આરોપીઓને નામથી બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન લાલુ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીએ જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે હાથ ઉંચા કરીને હાજરી ચિહ્નિત કરી. બિહારના પૂર્વ મુખ્યપ્રઘાન અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો વ્હીલ ચેર પર બેસીને કોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: TRF Terrorist Associate: જમ્મુના બારામુલામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની કરાઈ ધરપકડ

લાલુ સહિત 16 લોકો સામે ચાર્જશીટ દાખલ: CBIએ IRCTC કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત કુલ 16 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલામાં રાબડી દેવી, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ સહિત 16 લોકો પર IRCTC દ્વારા સંચાલિત હોટલનું સંચાલન આપવાના બદલામાં જમીન પોતાના નામે કરાવવાનો આરોપ છે. CBI અને ED આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે તેજસ્વી યાદવને જામીન આપી દીધા છે. હાલ આ કેસ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.