ETV Bharat / bharat

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક, રાષ્ટ્રીય લોકડાઉન જરૂરી: લેન્સેટ રિપોર્ટ

author img

By

Published : Apr 20, 2021, 3:15 PM IST

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક, રાષ્ટ્રીય લોકડાઉન જરૂરી: લેન્સેટ રિપોર્ટ
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક, રાષ્ટ્રીય લોકડાઉન જરૂરી: લેન્સેટ રિપોર્ટ

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક બની રહી છે. આથી, સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. લેન્સેટ કોવિડ -19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફોર્સે રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે લોકડાઉન સહિતના વધારાના નિયમો કરવા ઘડવા માટે પોતાના અભ્યાસમાં અનેક ભલામણો કરી છે.

  • ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર વધુ ઘાતક
  • સરકારે નાગરિકોને માસ્ક પહેરવા પ્રોત્સાહન આપવું જોઈએ: રિપોર્ટ
  • કોરોના સંક્રમણ અને આરોગ્ય સુવિધાઓ પર વધારે ધ્યાન આપવું

હૈદરાબાદ: લેન્સેટ કોવિડ-19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફોર્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આથી, ભારતે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આ અભ્યાસમાં, ભારતમાં કોરોના રસીના દરરોજ 50 લાખ ડોઝ આપવાનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત, રોગચાળાને પહોંચી વળવા માટે અનેક વધારાના સૂચનો પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેશમાં ઓક્સિજનની કમીને પહોંચી વળવા કેન્દ્ર સરકારે શું તૈયારી કરી છે ? ચાલો જાણીએ...

લેન્સેટ કમિશનની મુખ્ય ભલામણો

  • હાલમાં રસી માટેના યોગ્ય વર્ગમાં (45 વર્ષ અને તેથી વધુની ઉંમર) વિસ્તૃત રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવવું જોઈએ. 11 એપ્રિલ, 2021 સુધીમાં 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના 29.6 ટકા લોકોને રસીનો પ્રથમ કે બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ વય જૂથના શહેરી ગરીબો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે સંક્રમણનું પ્રમાણ તેમા સૌથી ઝડપી છે.
  • લાંબી બિમારીઓથી પીડિત તમામ લોકોને સરકારે ઓળખવા જોઈએ અને આવા બધા લોકોને તેમના વય જૂથને ધ્યાનમાં લીધા વિના કોરોના રસી આપવાની મંજૂરી આપવી જોઈએ.
  • ભારતમાં ઉપલબ્ધ તમામ રસીનો જથ્થો વધારવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો: ભારતમાં કોવિડની બીજી લહેર વધારે સંક્રામક અને ઘાતકી છે

ઉત્પાદનમાં વધારો કરવો

ત્રણ બાબતો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર

1- આયાતી કાચા માલનો વૈકલ્પિક સ્ત્રોત, જે પહેલાથી ઓછા જથ્થામાં છે

2- સ્થાનિક ઉત્પાદકો દ્વારા સુવિધાઓનું વિસ્તરણ કરવું

3- ઉત્પાદક ક્ષમતામાં વધારો કરવા માટે ઉત્પાદકોને આર્થિક સહાયની જોગવાઈ કરવી

આ પણ વાંચો: કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન

  • કોરોના રસી વિશે કોઈ પણ વ્યક્તિની શંકા દૂર કરવા માટે હેલ્પલાઈન અને સલાહકારની વ્યવસ્થા કરવી જોઈએ.
  • રસીકરણની તાત્કાલિક જરૂરિયાતની જનજાગૃતી માટે નેતાઓ, વડીલો અને જાહેરક્ષેત્રની હસ્તીઓ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવું જોઈએ.
  • ભારત સરકારે તેના રાજકીય નેતૃત્વ દ્વારા નાગરિકોને માસ્ક પહેરવા પ્રોત્સાહન આપવું જોઈએ અને ઉલ્લંઘન બદલ ફરજિયાત દંડ લાદવો જોઈએ.
  • કોરોના સંક્રમણનમાં વધારો ન થાય તેના પર નજર રાખવી જોઈએ. આ ઉપરાંત, જિલ્લાઓમાં વધી રહેલા સંક્રમણ અને આરોગ્ય સુવિધાઓ પર વધારે ધ્યાન આપવું જોઈએ. આ સાથે, એપ્રિલ અને મે મહિનામાં બધા સિનેમા હોલ, રમતનાં મેદાનો, સ્ટેડિયમ અને ઇન્ડોર હોલ બંધ રાખવાના જોઈએ.
  • વિદેશોમાંથી આવતા બધા મુલાકાતીઓ માટે 7 દિવસના ક્વોરન્ટાઇન અને 8માં દિવસે RTPCR પરીક્ષણની ભલામણ કરવામાં આવી છે. એમ છતાં, જો ટેસ્ટ પોઝિટિવ આવે તો હોમ ક્વોરન્ટાઇન વધુ એક અઠવાડિયા કરવા પર જણાવવામાં આવ્યું છે.
  • અહેવાલમાં દેશની અંદર પ્રવાસ માટે કોઈ પ્રતિબંધ ન લગાવવાની ભલામણ કરવામાં આવી છે.
  • રાજ્યોએ કોરોના કેસો અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલગથી પોતાનો પ્રોટોકોલ બનાવવો જોઈએ. તે જ સમયે, રાજ્ય સરકારોએ પરપ્રાંતિય મજૂરોને ઘરે પાછા લાવવા સહકાર આપવો જોઈએ. માસ્ક, ટેસ્ટ અને રસીકરણના વિકલ્પ સાથે તેમના જિલ્લાઓનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ન ફેલાય તે માટે ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવું જોઈએ.
  • સરકારે દર મહિને તમામ કેસના 5 ટકા ટેસ્ટનું લક્ષ્ય પાર કરવા INSACOGનું સમર્થન આપવું જોઈએ.

આ પણ વાંચો: બાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો

સરકારે તાત્કાલિક આ પગલાં લેવા જોઈએ

  • જરૂરી દવાઓ (સ્ટીરોઇડ્) અને સાધનોની અછતને દૂર કરવા માટે દવા સપ્લાય ચેઇનના અવરોધોને દૂર કરવા જોઈએ.
  • તબીબી સુવિધાઓના માળખાકીય રોકાણમાં દર્દીઓની પરિવહન ક્ષમતામાં વધારો, આ ઉપરાંત, ખાસ કરીને ટિયર-2 અને ટાયર-3 શહેરોમાં ઉચ્ચ હોદા પર હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી કરવા તાકિદ કરવામાં આવ્યા છે.
  • કોરોના દર્દીઓની સારવાર માટે આરોગ્ય કર્મચારીઓને વિશેષ તાલીમ અને સહાયતા આપવી.
  • આરોગ્ય કર્મચારીઓની માનસિક, ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતોને સમર્થન આપવા માટે ચાલુ કાર્યક્રમોને મજબૂત કરવો.
  • રિપોર્ટમાં સ્થાનિક, તબક્કાવાર પ્રતિબંધના વિરોધમાં, રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે એક વ્યાપક લોકડાઉન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં મેળાવડા અને ગીચ સ્થળો બંધ કરવા જોઈએ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.