ETV Bharat / bharat

Vat Savitri Vrat 2023: વટ સાવિત્રી વ્રતની પૂજા પદ્ધતિ, શુભ સમય અને કથા જાણો

author img

By

Published : May 19, 2023, 4:51 AM IST

હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. આજે વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રત થાય છે.

Etv BharatVat Savitri Vrat 2023
Etv BharatVat Savitri Vrat 2023

અમદાવાદ: હિંદુ માન્યતાઓ અનુસાર, મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે વટ ​​સાવિત્રી વ્રતનું પાલન કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ વટવૃક્ષની પૂજા કરે છે. આ દિવસે શનિ જયંતિ પણ છે.

શું છે વ્રતની પદ્ધતિ ?: આ વ્રતમાં વડનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ, થડમાં વિષ્ણુનો વાસ, જ્યારે થડના ઉપરના ભાગમાં શંકરનો વાસ હોય છે. વડની પૂજા કરવા માટે ધૂપ, અબીલ, ફળ-ફૂલ,જળ અર્પણ તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. વડની ફરતે સુતરની આંટી લપેટવામાં આવે છે.

શું છે વ્રતની કથા ?: હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં આ વ્રતનો અનેરો મહિમા છે. આ વ્રત પાછળની કથા મુજબ સાવિત્રીએ પોતાના પતિને જીવન માટે યમરાજા સાથે વાદવિવાદ કર્યો. અંતે યમરાજ પ્રસન્ન થાત વરદાનમાં પોતાના પતિના પ્રાણ યમરાજા પાસે માંગ્યા. યમરાજાએ પ્રસન્ન થઈને આ દિવસે વ્રત કરનાર સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ-અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રત થાય છે. ભલે પૂજા પદ્ધતિ અલગ-અલગ હોય પરંતુ તેના મૂળમાં શ્રદ્ધા અને પ્રેમ જ છે.

આ વ્રતમાં વડના વૃક્ષનો મોટો મહિમા: આ વ્રતમાં વટ વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં, મધ્યમાં વિષ્ણુ અને સામે શિવમાં રહે છે. દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે. તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે. આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે. કથા સાંભળીને પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે.

સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી: વટસાવિત્રી વ્રતના ઇતિહાસ વિશે લોકવાર્તા છે કે, સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી. જેના પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હતું. આથી યમરાજ જ્યારે સવિત્રીના પતિને યમલોક લઇ જવા લેવા આવ્યા. ત્યારે સાવિત્રીએ પોતાના સતીત્વના જોરે યમરાજ સાથે વાદ-વિવાદ કરી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા. એટલે આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તેવી માન્યતા છે.

આ પણ વાંચો:

  1. MAY FESTIVAL 2023: મે મહિનોમાં આવી રહ્યા છે આ મોટા તહેવાર, રવિવારે મધર્સ ડે
  2. BUDH PRADOSH VRAT 2023: આજે છે પ્રથમ પ્રદોષ વ્રત, જાણો પૂજા પદ્ધતિ, મુહૂર્ત અને મહત્વ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.