ETV Bharat / bharat

સિંઘુ-કુંડલી બોર્ડર પર યુવકની ક્રૂર હત્યા, હાથ કાપીને મૃતદેહને બેરિકેડ પર લટકાવ્યો

author img

By

Published : Oct 15, 2021, 1:00 PM IST

હરિયાણા સ્થિત સિંઘુ-કુંડલી બોર્ડર પર એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 35 વર્ષીય આ યુવકના હાથ કાપીને તેના મૃતદેહને બેરિકેડ પર લટકાવવામાં આવ્યો હતો. સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના મંચ પાસેથી આજે શુક્રવારે સવારે આ વિચિત્ર પ્રકારે મૃતદેહ મળી આવ્યો હતો.

સિંઘુ-કુંડલી બોર્ડર પર યુવકની ક્રૂર હત્યા, હાથ કાપીને મૃતદેહને બેરિકેડ પર લટકાવ્યો
સિંઘુ-કુંડલી બોર્ડર પર યુવકની ક્રૂર હત્યા, હાથ કાપીને મૃતદેહને બેરિકેડ પર લટકાવ્યો

  • ખેડૂતોના આંદોલન સ્થળ પર લોહિયાળ જંગ જામ્યો
  • 35 વર્ષીય યુવકનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
  • પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરી તપાસ આરંભી

સોનીપત: શુક્રવારે સવારે સિંઘુ બોર્ડર પર 35 વર્ષીય એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ તેના હાથ કાપીને મૃતદેહને આંદોલનના મુખ્ય મંચ પાસે બેરિકેડ પર લટકાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ શખ્સને ત્યાં કાવતરાના ભાગરૂપે મોકલવામાં આવ્યો હતો. જેણે પણ આ શખ્સને ત્યાં મોકલ્યો હતો, તેણે પૂરતી ટ્રેનિંગ આપીને મોકલ્યો હતો.

વાઇરલ થયેલા વીડિયોમાં શું છે?

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે ત્યાં જઈને પવિત્ર ગુરૂ સાહિબના પાવન સ્વરૂપ અંગે ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યો હતો. જેની જાણ થતા કેટલાક નિહંગાઓ તેને ઢસડીને મંચ તરફ લઈ જતા જોવા મળ્યા હતા. જ્યારબાદ તેની પૂછપરછ કરતી વખતે તેના હાથ કાપી નાંખ્યા હતા. વીડિયોમાં લોકો એમ પણ બોલતા જોવા મળ્યા હતા કે, જે પણ ગુરૂ સાહિબના સ્વરૂપોની અવમાનના કરશે, તેની સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે. આ સિવાય વીડિયોમાં પંજાબના લોકોને સચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું હોવાની સ્પષ્ટપણે જાણી શકાય છે.

પોલીસને પણ સ્થળ સુધી ન જવા દેવાઈ

લોકોએ યુવકના હાથ કાપ્યા બાદ તેનો મૃતદેહ અને કપાયેલા હાથ મંચ પાસેના એક બેરિકેડ્સ પર લટકાવી દીધા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, સ્થળ પર હાજર ભીડે પોલીસને પણ મૃતદેહ સુધી જવા દીધી ન હતી. કલાકોની જહેમત બાદ અંતે પોલીસ મૃતદેહ સુધી પહોંચવામાં સફળ રહી હતી. જ્યારબાદ, મૃતદેહને બેરિકેડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સોનીપતના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સવારે 5 વાગ્યે પોલીસને કરાઈ હતી જાણ

DCP હંસરાજના જણાવ્યા પ્રમાણે, સવારે 5 વાગ્યે જે સ્થળે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યાં હાથ-પગ કપાયેલી હાલતમાં એક મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી. હાલમાં અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. વાઇરલ થયેલા વીડિયોની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : RSS Vijyadashmi Utsav 2021માં ભાગવતે કહ્યું, સમાજની આત્મીયતા અને સમાનતા આધારિત રચના ઈચ્છતા લોકોએ પ્રયાસ કરવો પડશે

આ પણ વાંચો : બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર પરથી 5 રિવોલ્વર સાથે 2 પરપ્રાંતીય શખ્સની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.