ETV Bharat / bharat

ભારતીય બંધારણ એ લોકોને લૂંટવા માટે યોગ્ય છે: સાજી ચેરિયનનું વિવાદાસ્પદ ભાષણ

author img

By

Published : Jul 5, 2022, 5:36 PM IST

બંધારણ પર સાજી ચેરિયનના વિવાદાસ્પદ ભાષણના (Kerala Ministers anti Constitution remarks ) પગલે હાલ રાજ્યપાલ અને રાજભવન આ ફૂટેજની તપાસ કરી રહ્યુ છે. રાજ્યપાલે ભાષણની તપાસ કર્યા પછી, જો તે ગંભીર હોય તો રાષ્ટ્રપતિને જાણ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય બંધારણ એ લોકોને લૂંટવા માટે યોગ્ય છે: સાજી ચેરિયનનું વિવાદાસ્પદ ભાષણ
ભારતીય બંધારણ એ લોકોને લૂંટવા માટે યોગ્ય છે: સાજી ચેરિયનનું વિવાદાસ્પદ ભાષણ

તિરુવનંતપુરમ: રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સાજી ચેરિયનના ભાષણમાં (Kerala Ministers anti Constitution remarks ) બંધારણની ટીકા કરતા સ્ટેટમેન્ટ પર ખુલાસો માંગ્યો છે. રાજ્યપાલે અધિકારીઓને ભાષણની વિગતો મેળવવાનો નિર્દેશ આપ્યો હતો. રાજભવને માહિતી આપી હતી કે, પ્રધાન સાજી ચેરિયન (Kerala Minister Saji Cheriyan) દ્વારા બંધારણ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ: પ્રભારી રઘુ શર્માએ કહી આ વાત

રાજ્યપાલે વિવાદાસ્પદ ભાષણનો વીડિયો (Saji Cheriyan Controversial statement) સહિતનો વિગતવાર અહેવાલ આપવા જણાવ્યું છે. રાજ્યપાલે ભાષણની તપાસ કર્યા પછી, જો તે ગંભીર હોય તો રાષ્ટ્રપતિને જાણ કરવાનો નિર્ણય લીધો. રાજ્યપાલે સરકારી સ્તરે રિપોર્ટ પણ માંગ્યો છે. તમામ વિગતો તપાસ્યા બાદ રાજ્યપાલ આજે મીડિયાને મળે તેવી શક્યતા છે. આજે સાંજે રાજ્યપાલ તિરુવનંતપુરમમાં એક જાહેર સમારોહમાં હાજરી આપી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રખ્યાત સરળ વાસ્તુના ધારાશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની લાઈવ હત્યા: હત્યારા અનુયાયી સીસીટીવીમાં કેદ

સાજી ચેરિયનના વિવાદાસ્પદ ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય બંધારણ એ લોકોને લૂંટવા માટેનું યોગ્ય બંધારણ છે અને તેનો એકમાત્ર હેતુ સામાન્ય લોકોનું શોષણ કરવાનો છે તે હકીકત સિવાય કે તેના દરેક ખૂણામાં લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા લખવામાં આવી છે. બંધારણ કામદારોના શોષણની સુવિધા આપે છે. પ્રધાને કોર્ટની પણ આકરી ટીકા કરતા કહ્યું હતું કે, બંધારણ કામદારોને રક્ષણ આપતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.