ETV Bharat / bharat

6 વર્ષની ઉંમરે થયું હતું દુષ્કર્મ, 12 વર્ષ બાદ સગીરાએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Jul 28, 2022, 8:02 AM IST

કર્ણાટકમાં દુષ્કર્મ પીડિતાએ 12 વર્ષ પહેલા યૌન (Rape Case In Karnataka) શોષણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સંદર્ભે પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

6 વર્ષની ઉંમરે થયુ હતુ દુષ્કર્મ, સગીરાએ હવે નોંધાવી ફરિયાદ
6 વર્ષની ઉંમરે થયુ હતુ દુષ્કર્મ, સગીરાએ હવે નોંધાવી ફરિયાદ

બેંગલુરુ: કર્ણાટકમાં 12 વર્ષ બાદ દુષ્કર્મ પીડિતાએ દાવો કર્યો છે કે, ચર્ચમાં તેનુ યૌન શોષણ (Rape Case In Karnataka) થયું હતું. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના કારણે પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 8 આરોપીઓમાંથી 6 વિરુદ્ધ મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Suspicious Death in Bus : ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, બસના સીસીટીવી ખોલશે હત્યા કે આત્મહત્યાનો ભેદ ?

અશ્લીલ તસવીરો બતાવી: પોલીસે જણાવ્યું કે, આ ઘટના 2010માં બેંગલુરુના (I was raped) વિદ્યારણ્યપુરા વિસ્તારમાં કાવેરી લેઆઉટ સ્થિત એક ચર્ચમાં બની હતી. તે સમયે પીડિતા માત્ર 6 વર્ષની હતી, ત્યારબાદ તેના માતા-પિતા તેને કામ પર જતા પહેલા ચર્ચમાં ડ્રોપ કરી (says victim after 12 yrs) દેતા હતા અને કામ પરથી પરત (karnataka rape happened) આવ્યા બાદ તેને પરત લઈ જતા હતા. પીડિતાનો આરોપ છે કે, આરોપી સિમોન પીટરે તેની અશ્લીલ તસવીરો બતાવીને તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. આ બધાથી પરેશાન પીડિતાએ ચર્ચમાં રહેતા સેમ્યુઅલ ડિસોઝાને આ વિશે જણાવ્યું. જે બાદ તેણે આરોપી વ્યક્તિને ઠપકો આપ્યો અને પીડિતાને હેરાન ન કરવાની ચેતવણી આપી.

આ પણ વાંચો: એકસાથે 3 બહેનોએ પોતાની જાતને લટકાવી દીધી, પોલીસ પણ મુંઝવણમાં

મામલો છુપાવવાનો પ્રયાસ: ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, સેમ્યુઅલ ડિસોઝાએ તેને બ્લેકમેલ (filed complaint case) કરવાનું શરૂ કર્યું અને લગભગ 2 વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યુ. પીડિતા સતત જાતીય સતામણી બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી. સતત કાઉન્સેલિંગ અને સારવાર બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું કે, છ આરોપીઓ દુષ્કર્મની ઘટનાથી વાકેફ હતા, તેમ છતાં તેઓએ મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો. આરોપીઓ પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટ, ગેંગ રેપ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, વધુ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.