એકસાથે 3 બહેનોએ પોતાની જાતને લટકાવી દીધી, પોલીસ પણ મુંઝવણમાં

author img

By

Published : Jul 27, 2022, 8:04 PM IST

એકસાથે 3 બહેનોએ પોતાની જાતને લટકાવી દીધી, પોલીસ પણ મુંઝવણમાં

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક ચોંકાવનારી (khandwa Sisters Suicide Case) ઘટના સામે આવી છે. કોટાઘાટ ગામમાં ત્રણ અસલી બહેનોએ એકસાથે ફાંસી લગાવી હતી. આ ત્રણેય બહેનોએ આત્યહત્યા કરી હતી. આ પાછળના કારણોનો (Three Sisters Committed Suicide By Hanging in Khandwa) ખુલાસો થઈ શક્યો નથી. મૃતકો પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

ખંડવા: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ત્રણ બહેનોએ ફાંસી (khandwa Sisters Suicide Case) લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમના મૃતદેહ (Three Sisters Committed Suicide By Hanging in Khandwa)ફાંસીમાં લટકેલા મળી આવ્યા હતા. આ ઘટના મંગળવારે રાત્રે 3 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (Khandwa Civil Hospital) માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ મામલાની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો: સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું

કોણ છે આ: આ ઘટના જિલ્લાના જવર પોલીસ સ્ટેશન વિસ્તારના કોટાઘાટ ગામની છે. જવાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવરામ જાટે જણાવ્યું કે, આ ત્રણેય બહેનોના નામ સોનુ, સાવિત્રી અને લલિતા છે. તેમના પિતા જામસિંહનું અવસાન થઈ ગયું છે. આ પરિવારમાં આઠ ભાઈ-બહેનો છે. આમાંથી બે બહેનોના લગ્ન થયા ન હતા.

આવી આશંકા: સોનુ અને સાવિત્રી ખંડવાની એસએન કોલેજમાં પોસ્ટેડ છે. મોટી બહેન સાવિત્રી થોડા દિવસ પહેલા તેના મામાના ઘરે આવી હતી. પોલીસને આશંકા છે કે કૌટુંબિક અને પરસ્પર સંબંધોના કારણે આપઘાત થયો છે.

આ પણ વાંચો: ચેકિંગ માટે ઊભેલા RTOના કર્મચારી પર ટ્રક ફેરવી દીધો, એકનું મૃત્યું

સ્યુસાઈડ નોટ મળી નથી: એક જ પરિવારની ત્રણ સગી બહેનોના મોત બાદ ગામમાં સનસનાટી મચી ગઈ છે. તે જ સમયે, પોલીસને ઘટનાસ્થળે કોઈ સુસાઈડ નોટ કે પુરાવા મળ્યા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.